ઝી બ્યુરો/ભરૂચ: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે, ત્યારે ભરૂચના આમોદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આમોદના બત્રીસી નાળા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બેના કમાટીભર્યા મોત નિપજ્યા છે, માતા સહિત 10 માસના બાળકનું પણ ઘટના સ્થળે મોત થયું છે.  બાઈક ચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાળંગપુર વિવાદનો અંત નહીં, 3 કલાકની બેઠક બાદ 40 સેકેન્ડનું નિવેદન, સ્વામીજી ભાગ્યા!


બાઈક સવાર પણ આમોદથી જંબુસર તરફ જતા હતા. મોતને ભેટનાર એહમદ રજા તૌસીફ ઉં.10 મહિના તેમજ રૂકસાના બેન આસિફ અસાલી (ઉ. 28)નું મોત થયું છે. આમોદ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો. પોલીસને અકસ્માતને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.


મોટા સમાચાર; સાળંગપુરમાં આગામી 2 દિવસ બાદ વિવાદિત ભીંતચિત્રોને હટાવાશે:કોઠારી સ્વામી


મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા આસિફ અસાલી પટેલ તેમજ તેમના પત્ની રુક્સાના ઉર્ફે સબુ આસિફ પટેલ અને તેમનો 10 માસનો ભત્રીજો અહેમદ રઝા આમોદમાં પુરસા નવીનગરી ખાતે સાસરીમાં સવારે ગયા હતા. ત્યારબાદ તેઓ બપોરે ચાર કલાકે આમોદથી કાવી જવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. 


ઉડતા ગુજરાત! ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી; હાથ લાગ્યા 200 કુંડામાં છોડ, યુવાધનને...


ત્યારે બત્રીસી નાળા પાસે આમોદથી જંબુસર તરફ જતી ટ્રક નંબર જીજે 34 ટી 0086 ના ચાલકે બાઈક ચાલકને પાછળથી અડફેટે લેતા બાઈક રોડ ઉપર પડી ગઈ હતી. જેમાં બાઈક ચાલક આસિફ અસાલી રોડની બહારની સાઈડ ઉપર પડ્યો હતો. જ્યારે તેની પત્ની રુક્સાના ઉર્ફે સબુ પટેલ તેમજ તેનો 10 માસનો ભત્રીજો અહેમદ રઝા જે રુક્સાનાના ખોળામાં હતો. તે રોડ ઉપર ફંગોળાયા હતા. જેમાં ટ્રકની પાછળના તોતીંગ પૈડાં તેમની ઉપર ફરી વળતાં પત્ની તેમજ ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.


હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો વચ્ચે RSSની એન્ટ્રી; રામ માધવે સાધુ સંતો સાથે મુલાકાત


અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના શરીરના માંસના લોચા પણ રોડ ઉપર પથરાઈ ગયા હતા. સ્થાનિક રહીશોએ રોડ ઉપર પડેલી બંનેની લાશોને ઉઠાવી ટેમ્પોમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા. જ્યાં આમોદ પોલીસે બનેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં સગાઓ ભેગા થયા હતા.