ઉડતા ગુજરાત! ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી; હાથ લાગ્યા 200 કુંડામાં છોડ, યુવાધનને કોણ કરી રહ્યું છે બરબાદ?

અમદાવાદમાં ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક યુવતી અને 2 યુવકો ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે 200 કુંડા કબ્જે કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઉડતા ગુજરાત! ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી; હાથ લાગ્યા 200 કુંડામાં છોડ, યુવાધનને કોણ કરી રહ્યું છે બરબાદ?

મૌલિક ધામેચા/અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં યુવા ધનને બરબાદ કરવાનું જાણે કારસ્તાન ચાલુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા પછી જાણે એક પછી એક લાઇન લાગી હોય તેવી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી દારૂની બોટલ મળી આવી હતી અને હવે રાજ્યમાં એવી પ્રવૃતિઓ સામે આવી છે જેને કારણે ગાંધીના ગુજરાતને કોઇની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે અમદાવાદમાં ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપાયું છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક યુવતી અને 2 યુવકો ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે 200 કુંડા કબ્જે કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે આ ઘટનામાં 200 કુંડા કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સંડોવાયેલા એક યુવતી અને 2 યુવકો ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. લેબમાં પોલીસની કાર્યવાહી યથાવત રહી છે. આ ગાંજાના છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

No description available.

મળતી માહિતી મુજબ સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી વાહી હાથ ધરવામાં આવી છે. બાતમી મળતા પોલીસે અમદાવાદના સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જેમાં આ લેબ ઝડપાઈ છે. પોલીસે દરોડા દરમિયાન 200 કુંડામાં માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબ્જે કર્યા છે. આ આરોપીઓ માદક પદાર્થના છોડ ઉછેરીને વિદેશમાં વ્યાપાર કરતા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મળતી માહિતી ઝારખંડના રહેવાસી મુજબ માદક પદાર્થના 200 છોડનો ઉછેર કરતા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે 1 યુવતી અને 2 યુવકોની ધરપકડ કરીને મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. હજુ પણ પોલીસ દ્વારા માદક પદાર્થની લેબમાં તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

No description available.

અમદાવાદના સરખેજમાંથી હાઇપ્રોફાઈલ ફલેટમાંથી ગાંજાનું વાવેતર મળ્યું હતું. જેમાં જાણવા મળી રહ્યું છે કે સરખેજના ઓર્ચિડ લેગસીના D2 ફલેટના 1501 અને 1502ના ફલેટમાંથી ગાંજાનું વાવેતર મળ્યું છે. હાઇડ્રોપોનિક્સના પ્રકારના ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. ગાંજાના કુંડામાં એમિનો એસિડ અંદર નાખવામાં આવતું, જેથી જલ્દી ઉત્પાદન થતું. અંદાજે 100 કુંડામાં ગાંજો ઉગડ્યો હતો. બંને ફલેટનું 35 હજારનું ભાડું હતું. ગાંજાના વાવેતર માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પ્રેચરનું આયોજન કર્યું હતું. 100 કુંડામાં 5 સેન્ટીમીટર જેટલા ઊંચા ગાંજાના છોડ ઉગ્યા હતા. 

આ ઘટનામાં ગાંજાનું બિયારણ ક્યાથી લાવ્યા એ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે. ગાંજાનું વેચાણ કરવા માટે ઉગાડયું હતું. દોઢ માસ પહેલા લેબમાં છોડ ઉગાડવાનું શરૂ કર્યું હતું. ફલેટમાં મોટા પાર્સલ આવ્યા હતા, જેથી સ્થાનિકને શંકા ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા ગાજાનું વાવેતર મળ્યું. ગુજરાતમાં આ પ્રકારે પહેલી વાર ગાંજાનું વાવેતર મળ્યું હતું. આ ઘટનામાં બે યુવક અને એક યુવતીની સરખેજ પોલીસ અટકાયત કરી હતી. જેમાં મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે, જે મૂળ રાંચી ઝારખંડના હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક આરોપી CA હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસ વહેલી સવાર 3 વાગ્યાથી રેડ શરૂ કરી હતી. સરખેજ પોલીસ રેડની કાર્યવાહી 20 કલાક સુધી ચાલી હતી. જેમાં રવિ મુસરકા, વિરેન મોદી, રતિકા પ્રસાદ નામના આરોપીઓની અટકાય કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે FSLનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમા મળી આવેલા છોડ ગાંજાના જ હતા તે પુરવાર થયું હતું. વધુ એક શિક્ષણના ધામમાં ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

 

No description available.

નોંધનીય છે કે, અમદાવાદ યુનિવર્સિટી પછી ખેડા જિલ્લામાં એક ખેતર બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક ખેતરમાંથી લીલા ગાંજાનો પાક ઝડપાયો હતો. એસઓજીની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ભોજપરી ગામમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news