રાજકોટ: ગોંડલ નજીક બંધ ઇનોવામાં ગાડી ઘુસી જતા 2નાં મોત, 3 ગંભીર ઘાયલ
રાજકોટ નેશનલ હાઇવે પર વાંધેશ્વર મહાદેવ મંદિર નજીક રોડ સાઇડ પર ઉભેલી ઇનોવા ગાડી પાછળ એક ઝેન ધડાકાભેર અથડાઇ હતી. આ વિચિત્ર અકસ્માતમાં નિકિતા ગોસ્વામી નામની 11 વર્ષની બાળકી તથા મીનાક્ષીબેન જસાણી નામની 51 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ગાડી ચલાવી રહેલ રાજેશ ગોસ્વામી, અસ્મિતા જસાણી અને હીના મીઠીયાને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર ગોંડલ ખાતે લઇ જવાયા હતા અને ત્યાર બાદ રાજકોટ વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગોંડલ : રાજકોટ નેશનલ હાઇવે પર વાંધેશ્વર મહાદેવ મંદિર નજીક રોડ સાઇડ પર ઉભેલી ઇનોવા ગાડી પાછળ એક ઝેન ધડાકાભેર અથડાઇ હતી. આ વિચિત્ર અકસ્માતમાં નિકિતા ગોસ્વામી નામની 11 વર્ષની બાળકી તથા મીનાક્ષીબેન જસાણી નામની 51 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ગાડી ચલાવી રહેલ રાજેશ ગોસ્વામી, અસ્મિતા જસાણી અને હીના મીઠીયાને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર ગોંડલ ખાતે લઇ જવાયા હતા અને ત્યાર બાદ રાજકોટ વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરી એકવાર ટિકિટ કૌભાંડ, તમે પણ ચેતી જજો!
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટથી 25 કિલોમીટર દુર GJ03LG 8218 નંબરની ઇનોવા રોડ સાઇડ પર ઉભી રહી હતી. જ્યાં પાછળથી GJ03AB 7224 નંબરની ઝેન કાર ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં મુસાફરી કરી રહેલ નિકિતા રાજેશભાઇ ગોસ્વામની (ઉં.વ 11, ચારણ સમઢીયાળા) અને મીનાક્ષીબેન જસાણી (ઉ.વ 51 રહે. કાલાવાડ) નાં મોત નિપજ્યા હતા.
કેમ છો ટ્રમ્પ? નહી પરંતુ નમસ્તે ટ્રમ્પની થીમ પર સમગ્ર આયોજન કરવામાં આવશે
વીરપુર જલારામ બાપાનાં દર્શન માટે રાજકોટ અને આસપાસનાં વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દર્શને આવ્યા હતા. જેમાં મીનાબેન, અસ્મિતાબેન અને હીનાબેન પણ જોડાયા હતા. સવારે હાઇ-વે પર રાજેશભાઇ ગોસ્વામીની ઝેનમાં લિફ્ટ લઇને રાજકોટ ખાતેનાં ઘરે પરત જઇ રહ્યાહ તા. દરમિયાન આ ગાડીને અકસ્માત નડ્યો હતો. મૃતક મિનાક્ષીબેન પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતા. તેમને સંતાનમાં એક દિકરો છે અને પતિ મનીષભાઇ પણ એક સમાજસેવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે નિકિતા પરિવારમાં મોટી પુત્રી હતી. તેનાં પિતા રાજેશભાઇ ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેમને પણ આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા રાજકોટની ખઆનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube