નવસારી અકસ્માત: ટાયર ફાટતાં ફંગોળાઈને કાર અન્ય કાર સાથે ટકરાઈ, એકનું મોત; ત્રણને ઈજા
નેશનલ હાઇવે 48 પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ચીખલીના આલીપોર નજીક સર્જાયો હતો. વલસાડથી સુરત જતી હોન્ડાસીટી કારનું ટાયર ફાટી જતા કાર ફંગોળાઈ રોડ ક્રોસ કરીને સામેની બાજુ મુંબઇ જતા ટ્રેક પર પહોંચી ગઈ હતી. તે દરમિયાન સામેથી આવતી આઇ-10 કાર સાથે હોન્ડાસીટી ટક્કરાઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
સ્નેહલ પટેલ/ નવસારી: નેશનલ હાઇવે 48 પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ચીખલીના આલીપોર નજીક સર્જાયો હતો. વલસાડથી સુરત જતી હોન્ડાસીટી કારનું ટાયર ફાટી જતા કાર ફંગોળાઈ રોડ ક્રોસ કરીને સામેની બાજુ મુંબઇ જતા ટ્રેક પર પહોંચી ગઈ હતી. તે દરમિયાન સામેથી આવતી આઇ-10 કાર સાથે હોન્ડાસીટી ટક્કરાઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચો:- એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ: રાજકોટમાં ભૂમાફિયાઓ સામે કરવામાં આવશે કડક કાર્યવાહી
નવસારી જિલ્લાના આલીપોર ઓવર બ્રીજ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડથી સુરત જતા કાર ચાલક ખુશાલભાઈની હોન્ડાસીટી કારનું અચાનક ટાયર ફાટ્યું હતું. જો કે ટાયર ફાટતાં કાર ફંગોળાઈને સામેની બાજુ મુંબઇ જતા ટ્રેક પર પહોંચી ગઈ હતી. તે દરમિયાન વડોદરાથી વલસાડ જતા પરિવારની આઈ-10 કાર સામેથી આવતા બંને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં મૂળ વલસાડના અને વડોદરાની IPCL કંપનીમાં ફરજ બજાવતા પ્રકાશ છોવાડાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો:- સુરતીઓને ભારે પડી શકે છે 31stની ઉજવણી, પોલીસ કમિશનર દ્વારા કરાઈ આ તૈયારીઓ
બંને કાર વચ્ચે અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે, બાદમાં પોલીસ આવી જતા મૃતક પ્રકાશ છોવાડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. આઇ-10 કારમાં સવાર અને મૃતક પ્રકાશ છોવાડાની પત્ની ભારતી અને પુત્ર મયુર સહિત હોન્ડાસીટીના ચાલક ખુશાલભાઈને સારવાર અર્થે આલીપોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube