સુરતીઓને ભારે પડી શકે છે 31stની ઉજવણી, પોલીસ કમિશનર દ્વારા કરાઈ આ તૈયારીઓ

કોરોના કાળમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સુરતની વાત કરીએ તો આ વખતે કોરોનાને લઇને પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

સુરતીઓને ભારે પડી શકે છે 31stની ઉજવણી, પોલીસ કમિશનર દ્વારા કરાઈ આ તૈયારીઓ

ચેતન પટેલ/ સુરત: કોરોના કાળમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સુરતની વાત કરીએ તો આ વખતે કોરોનાને લઇને પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 4 વ્યક્તિઓ પર ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આ સાથે જ ડુમસ વિસ્તારમાં આવેલા તમામ પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસ ઉપર ડ્રોન કેમેરા વડે નજર રાખવામાં આવશે. તેમજ ડુમસમાં આવતા તમામ વાહન ચાલકોની તપાસ કરવામાં આવશે તથા આઠ વાગ્યા બાદ કોઈપણ વાહન ચાલકને ડુમસ વિસ્તારની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. પોલીસની અલગ અલગ ટીમો તેના વિવિધ વિસ્તારોમાં ફરી પેટ્રોલિંગ કરશે.

જો કોઈ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને 9 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે. તથા નવા વર્ષની ઉજવણી ઘરમાં રહીને કરવા સૂચન કરાયું છે. જો કોઇ આ જાહેરનામાનો ભંગ કરશે તો પોલીસ આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news