મુસ્તાક દલ/જામનગર :જામનગરના ધ્રોલ પાસેના હાઇવે પર સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા ઈકો ગાડી કેનાલમાં ખાબકતાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જામનગરથી રાજકોટ જતી વખતે આ ઘટના બની હતી. ડ્રાઈવરે ગાડી પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. 


‘હું CM બન્યો ત્યારે કહ્યું હતું કે, 20-20 રમવા આવ્યો છું, એટલે ક્રીઝની ચિંતા નથી કરતો. અડધી પીચે જ રમુ છું...’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ્રોલથી જામનગર જવાના રસ્તા પર ઉંડ-1 ડેમની કેનાલ પસાર થાય છે. આજે વહેલી સવારના અંધારામાં ઈકો કારમાં સવાર જામજોધપુરના એક જ પરિવારના પાંચ સભ્યો રાજકોટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ધ્રોલ નજીકથી પસાર થતા સમયે અચાનક ઈકો કારના ડ્રાઈવરને ઝોકુ આવી ગયુ હતું. આવામાં કાર પલટીને નજીકના કેનાલમાં પડી હતી. ત્યારે તાત્કાલિક નજીકથી પસાર થતા લોકોએ નજર દોડાવી હતી, તો કેનાલમાં પડેલી કારનો બૂકડો બોલાઈ ગયો હતો. કારમાં સવાર પાંચેય લોકોને કારમાઁથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.વ.35), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.વ.35), નારણ કરશન ચૌહાણ અને ટપુ કાના કારેણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તેમજ ધીરુભાઈ કદાવરા નામના શખ્સ ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાઁ ખસેડાયા હતા. 


સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, અને તમામ મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલમાં મોકલાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર કેનાલમાં ખાબકી ત્યારે આખી કેનાલ ખાલી હતી. જો તેમાં પાણી હોત તો કારને બહાર કાઢવી મુશ્કેલ બન્યું હોત. ફાયર બ્રિગેડને બોલાવવાની જરૂર પડી હોત. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....