અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં એક અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે તેની પાછળ બેઠેલી યુવતી ગંભીર ઘાયલ થઇ હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ખોખરા-હાટકેશ્વર બ્રિજ રોડ પર એક યુવક પાછળ એક યુવતીને બેસાડીને પુરપાટ ઝડપે નિકળ્યો હતો. જો કે અચાનક ખાડો આવી જતા તે બાઇક પર કાબુ રાખી શક્યો નહોતો. જેના કારણે સ્પીડમાં રહેલી બાઇક નજીકની દુકાનના ઓટલા સાથે અથડાઇ હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે બાઇક ઓટલા સાથે અથડાતા યુવક અને યુવતી પટકાયા હતા. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વરસાદના કારણે રસ્તાઓ હાલત બિસ્માર થઇ ગઇ છે. ઉપરાંત ધુમ સ્ટાઇલમાં આવી રહેલા યુવકનો અકસ્માત એટલો પળવારમાં થયો હતો કે લોકો પણ હતપ્રભ થઇ ગયા હતા. 

બાઇક એટલું સ્પીડમાં હતું કે ઓટલા સાથે અથડાયા બાદ બાઇ 100 ફુટ જેટલું ફંગોળાયું હતું. જ્યારે યુવતી બાઇક સાથે થોડે દુર સુધી ઘસડાઇ હતી. પરંતુ યુવકનું ઓટલા સાથે અથડાવાનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બંન્નેને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવાયા હતા. જો કે ફરજપરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે યુવતીની સારવાર હાલ ચાલી રહી છે.