બિન સચિવાલયની પરીક્ષા આપી પરત ફરી રહેલ વિદ્યાર્થીને ટ્રકે ટક્કર મારી, મોત
કાંકરેજના ચેખલા ગામ પાસે અકસ્માત સર્જાય હતો. થરા ખાતેથી બિન સચિવાલયની પરીક્ષા આપીને બહેનોને લઇને પરત ફરી રહેલા બાઇક ચાલકને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં પાછળ બેઠેલી વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેના પગલે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાર પાદ પાટણ સારવાર માટે લઇ જવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
બનાસકાંઠા: કાંકરેજના ચેખલા ગામ પાસે અકસ્માત સર્જાય હતો. થરા ખાતેથી બિન સચિવાલયની પરીક્ષા આપીને બહેનોને લઇને પરત ફરી રહેલા બાઇક ચાલકને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં પાછળ બેઠેલી વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેના પગલે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાર પાદ પાટણ સારવાર માટે લઇ જવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
બિનસચિવાલય ક્લાર્કનું પેપર ફુટ્યુ છે? ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેનનું મહત્વનું નિવેદન
વાપી : નોકરી કરવી હોય તો રોજ હોસ્પિટલ આવી મને ચુંબન કરવું જ પડશે !
જ્યારે એક બહેન અને યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર ચાલી રહી છે. ટ્રક ચાલક બાઇકને ટક્કર માર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. હાલ મૃતક વિદ્યાર્થીનીનાં દેહને શિહોરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બિન સચિવાલયની પરીક્ષાનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.