વાપી : નોકરી કરવી હોય તો રોજ હોસ્પિટલ આવી મને ચુંબન કરવું જ પડશે !

મહિલા સિક્યુરિટી ગાર્ડને નોકરી કરવી હોય તો આ બધુ તો કરવું જ પડશે કહી રોજ કેબિનમાં બોલાવી ચુંબન કરતો હતો સુપ્રીટેન્ડેન્ટ

વાપી : નોકરી કરવી હોય તો રોજ હોસ્પિટલ આવી મને ચુંબન કરવું જ પડશે !

વાપી : વાપીની ESIC હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેન્ટે મહિલા સિક્યુરિટી ગાર્ડની ન માત્ર છેડતી કરી પરંતુ પરાણે ચુંબન કરતા વિવાદ પેદા થઇ ચુક્યો છે. કોન્ટ્રાક્ટ પર સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતી મહિલાને સુપ્રીટેન્ડેન્ટે પોતાના તરફ ખેંચીને ચુંબન ચોડી દીધું હતું. મહિલાના જણાવ્યા અનુસાર આ અંગે હોસ્પિટલ કમિટીને લેખીતમાં ફરિયાદ કરી હતી. જો કે કમિટીએ સુપ્રીટેન્ડન્ટ પર કાર્યવાહી કરવાનાં બંન્ને મહિલા ગાર્ડને છુટી કરી દીધી હતી. જેથી મહિલાનાં પરિવારે ડોક્ટરની કેબિનમાં હોબાળો મચાવ્યો હતો. સુપ્રીટેન્ડેન્ટને મેથીપાક પણ ચખાડ્યો હતો. 

વાપીમાં રહેતા અને ચણોદ ઇએસઆઇસી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી એક મહિલાએ શનિવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 15 જુન 2019નાં દિવસે તેઓ નોકરી પર હતા ત્યારે હોસ્પિટલનાં સુપ્રીટેન્ડન્ટે તેની સાથે નોકરી પર રહેલી અન્ય યુવતીને પોતાની કેબિનમાં બોલાવીને પરાણે ગળે લગાવી દીધી હતી અને ત્યાર બાદ ચુંબન ચોડી દીધા હતા. તેને બચાવવા બીજી મહિલા ગાર્ડ જતા તેને પણ ચુંબન કરી લીધું હતું. વાત આટલે જ નહોતી અટકી સુપ્રીટેન્ડેન્ટે તે મહિલાનો પીછો કરી તેનું એડ્રેસ જાણી ઘરનીઆસપાસ આટાંફેરા ચાલુ કર્યા હતા. જેથી બંન્ને મહિલા ગાર્ડે હોસ્પિટલ સમિતી સમક્ષ ફરિયાદ કરી હતી. 

કરણી સેનાએ નિત્યાનંદના આશ્રમમાં પહોંચીને કર્યો સવાલ, ‘ક્યાં છે અમારી બહેન...?’
શનિવારે જ્યારે આ બંન્ને ગાર્ડ હોસ્પિટલ પહોંચી તો તેમના સુપરવાઇઝરે તેને નોકરીમાંથી કાઢી નાખી હોવાની જાણ કરી હતી. જો કે બંન્નેએ કારણ પુછતા ડો અનિલે પોતાને કંઇ જ ખબર નહી હોવાનું કહીને અપશબ્દો કહયા હતા. જેથી બંન્ને મહિલા ગાર્ડે તેના પર ચપ્પલ ફેંકતા મામલો ગરમાયો હતો. જેથી પોલીસ ફરિયાદ દાખલ થઇ તી. બીજી તરફ ડૉ. અનિલે પણ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. 

મીડિયા સાથે કર્યો દુર્વ્યવહાર
જો કે સુપ્રીટેન્ડેન્ટ દુર્વ્યવહાર કર્યા બાદ લાજવાનાં બદલે ગાજ્યો હતો. જ્યારે પોલીસ તેને લઇ જઇ રહી હતી ત્યારે મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવતા તે ગિન્નાયો હતો. મીડિયા કેમેરાને બંધ કરાવવા અને નીચે પાડી દેવા પ્રયાસ કરવા લાગ્યો હતો. મીડિયા દ્વારા તેનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. છેડતી કરતા સમયે કંઇ નહી વિચારનાર સુપ્રીટેન્ડેન્ટ ત્યાર બાદ અચાનક આબરૂ યાદ આવી ગઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news