દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવાનોને નડ્યો અકસ્માત, બેના મોત અને બેને ગંભીર ઈજા
દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવાનોને અકસ્માત નડ્યો છે. રોટ્સનથી ડરબન જતા સમયે આ યુવાનોની કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે
કરણસિંહ ગોહિલ, સુરત: દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવાનોને અકસ્માત નડ્યો છે. રોટ્સનથી ડરબન જતા સમયે આ યુવાનોની કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આ કારમાં કુલ 5 યુવાનો હોવાનું સામે આવ્યું છે. આ તમામ યુવાનો સુરત જિલ્લાના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:- સુરતમાં શરૂ કરાયા કોવિડ ફોલોઅપ સેન્ટર, લોકોમાં વધ્યુ ફરી કોરોના ઇન્ફેક્શનનું જોખમ
પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ આફ્રિકામાં રહેતા સુરત જિલ્લાના પાંચ યુવાનોની ગઇકાલે રવિવારની રજા માણવા કાર લઇને રોટ્સની બીચ પર ગયા હતા. ત્યારે આ પાંચેય યુવાનો રોટ્સનીથી ડરબન જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. દક્ષિણ આફ્રિકાના હેરી સ્મિથ નામના ટાઉન પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો:- ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી ફરી બેઠા થવાની સુરતીઓની ધગશને યુનેસ્કોએ આપ્યો એવોર્ડ
આ કાર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં મૃતક બંને યુવાનો સુરતના તડકેશ્વર ગામના હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનો માંગરોળના નાની નારોલી ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર