તેજસ દવે/મહેસાણા :મહેસાણા નજીક ખેરાલુના મલેકપુર સિદ્ધપુર રોડ પર ગત મોડીરાત્રે જીપડાલાનો ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. મજૂરો ભરેલ જીપ ચાલકને ઝોકું આવી જતા જીપ ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જીપમાં નાના મોટા મળીને 20થી વધુ લોકો હોવાનું અનુમાન હતું. 12 જેટલા ઇજાગ્રસ્તોને ખેરાલુ અને વડનગર સિવિલ સારવાર અર્થે ખસેડાયા છે. ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પની ગુજરાત યાત્રાને કારણે રૂપાણી સરકારે બદલી નાંખી બજેટની તારીખ


ખેરાલુના આદિતપુર નજીક મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. જીપ ડાલું વૃક્ષ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. મજૂરો નલિયાથી ખેડબ્રહ્મા મજૂરી કામ માટે જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં તેઓને મોત મળ્યું હતું. આ મજૂરો મૂળ ઝબૂવા, મધ્યપ્રદેશના રહેવાસી હતા. જીપ ડાલામાં 20 થી વધુ મજૂરો હતા. મૃતકોમાં 3 પુરુષ, 2 મહિલા, 1 દસ વર્ષનું બાળકનો સમાવેશ થાય છે. જ્યારે કે, ઇજાગ્રસ્તોમાંથી 2 લોકોને વડનગર, 1ને અમદાવાદ, 1ને ગાંધીનગર અને 10 લોકોને ખેરાલુમાં સારવાર હેઠળ મોકલાયા હતા.


હિન્દુ મટીને મુસલમાન બનનાર એ.આર. રહેમાનની દીકરી બુરખા મામલે થઈ ટ્રોલ


આ અકસ્માત બાદ જીપ ડાલુંનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે ખેરાલુ પોલીસે જીપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વહેલી સવારે થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક 5નો હતો, પરંતુ બાદમાં વધુ એકનું મોત થતા મોતનો આંકડો 6 પર પહોંચ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક