ટ્રમ્પની ગુજરાત યાત્રાને કારણે રૂપાણી સરકારે બદલી નાંખી બજેટની તારીખ

ગુજરાત સરકારે પોતાના બજેટ (Budget 2020)  ને બે દિવસ માટે ટાળી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ (Donald Trump) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ગુજરાત મુલાકાતને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. હવે ગુજરાત સરકારનું બજેટ 26 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે.
ટ્રમ્પની ગુજરાત યાત્રાને કારણે રૂપાણી સરકારે બદલી નાંખી બજેટની તારીખ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકારે પોતાના બજેટ (Budget 2020)  ને બે દિવસ માટે ટાળી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ (Donald Trump) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ગુજરાત મુલાકાતને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. હવે ગુજરાત સરકારનું બજેટ 26 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે.

Corona virusમાં મોટો ખુલાસો: ચામાચીડિયું નહિ, પણ આ વિચિત્ર પ્રાણીને કારણે ફેલાયો વાયરસ

ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાત પર
હકીકતમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારત મુલાકાત પર આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ ગુજરાત પણ આવવાના છે. તેથી ગુજરાત સરકારે બજેટની તારીખને બે દિવસ લંબાવી લીધી છે. પહેલા બજેટ 24 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું હતું, પરંતુ હવે રાજ્યના નાણામંત્રી 26 ફેબ્રુઆરીના રોજ બજેટ સંસદમાં રજૂ કરશે.

કોરોના વાયરસને કારણે ગુજરાતના વેપારીઓની હાલત કફોડી, એડવાન્સ પેમેન્ટ ચૂકવ્યું છતા યાર્નનો ઓર્ડર નથી નીકળતો 

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ હશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત કરશે અને મોટેરામાં બનેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. વ્હાઈટ હાઉસની જાહેરાતના એક દિવસ બાદ ટ્રમ્પે ભારત મુલાકાત પર કહ્યું કે, હું ભારત જવા માટે ઉત્સુક છું અને આ મહિનાના અંતમાં મારી ભારત મુસાફરીની રાહ જોઈ રહ્યો છું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદી મારા મિત્ર છે. તેઓ એક મહાન સજ્જન છે. ટ્રમ્પે કહ્યું કે, તેમણે થોડા દિવસ પહેલા મોદી સાથે વાત કરી અને વાતચીત દરમિયાન વડાપ્રધાને તેઓને જણાવ્યું કે, લાખો લોકો એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી તેઓનું સ્વાગત કરશે. 

જાગ્યા ત્યારથી સવાર... હારેલું BJP આજે કારમી હાર બાદ કરશે મંથન, તો AAPએ પણ બોલાવી મીટિંગ

અમદાવાદ એરપોર્ટથી મોટેરા તરફ આવતો માર્ગ તૈયાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના ધર્મપત્ની મીલેનીયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના મહેમાન બની રહ્યા છે ત્યારે વિશ્વની બે મહાશક્તિઓ એકસાથે અમદાવાદમાં નજરે પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના હસ્તે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. વિશ્વની બે મહાન હસ્તીઓ મોટેરા સ્ટેડીયમનું ઉદઘાટન કરશે ત્યારે સ્ટેડીયમનું કામકાજ દિવસ રાત જોરશોરથી કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટથી મોટેરા તરફ આવતો માર્ગ અને સ્ટેડિયમની આસપાસના માર્ગોનું સુંદરીકરણ અને સમારકામ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. રોડની આજુબાજુ સાફ સફાઈ, બ્લોક લગાવવાનું તેમજ ડિવાડર પર રેલીંગ લગાવવાનું તેમજ રોડની વચ્ચે સુશોભન માટે છોડવા તેમજ વૃક્ષો લગાવવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news