અમરેલી : અકસ્માતમાં એસટી બસ પુલ પર લટકી, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ગુજરાતમાં રોજેરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં એસટી બસને સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. એસટી અમારી હવે જરા પણ સલામત સવારી નથી રહી તેના પુરાવા રોજેરોજ મળતા હોય છે, ત્યારે અમરેલીમાં એસટી બસને અકસ્માત થતા બસ પુલ પર લટકી હતી. જોકે, એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું મુસાફરોએ કહ્યું હતું.
કેતન બગડા/અમરેલી :ગુજરાતમાં રોજેરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં એસટી બસને સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. એસટી અમારી હવે જરા પણ સલામત સવારી નથી રહી તેના પુરાવા રોજેરોજ મળતા હોય છે, ત્યારે અમરેલીમાં એસટી બસને અકસ્માત થતા બસ પુલ પર લટકી હતી. જોકે, એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું મુસાફરોએ કહ્યું હતું.
દવાના નામે દારૂનો ગુજરાતમાં બેફામ વેપલો, જુઓ Zee 24 કલાકનો Exclusive રિપોર્ટ
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના ખાંભાના જીવાપર ગામ નજીક આ ઘટના બની હતી. બગસરા-બગદાણા રૂટ પરથી એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. જેમાં એસટી બસ પુલ પર ઉપર લટકી ગઈ તી. આ બસમાં 30 ઉપરાંત મુસાફરો સવાર હતા. પણ બસ લટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ 7 જેટલા મુસાફરોને સામાન્ય નાની મોટી ઇજા થઈ હતી.
જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ છે
બસ, એવી જગ્યાએ લટકી હતી કે, મુસાફરોને પણ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં એસટી બસનો ડ્રાઈવર નશો કરેલી હાલતમા હોવાની મુસાફરોએ આશંકા વ્યક્ત કરી હતી. આ ઘટનામાં ખાંભા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :