દવાના નામે દારૂનો ગુજરાતમાં બેફામ વેપલો, જુઓ Zee 24 કલાકનો Exclusive રિપોર્ટ

કાયદાકીય રીતે તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્યની અનેક દુકાનોમાં આર્યુવેદિક દવાના નામ પર આલ્કોહોલિક પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. કાયદાનો ઉલાળીયો કરીને દુકાનદારો દારૂનું પૂરક એવુ આલ્કોહોલિક પીણું ખુલ્લેઆમ વેચી રહ્યાં છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત ગુજરાતભરમાં દવાના નામે વેચાતા હર્બી નામના પીણું વેચાઈ રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના સ્ટીંગ ઓપરેશનમાં આ આલ્કોહોલિક પીણાના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 
દવાના નામે દારૂનો ગુજરાતમાં બેફામ વેપલો, જુઓ Zee 24 કલાકનો Exclusive રિપોર્ટ

અમદાવાદ :કાયદાકીય રીતે તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્યની અનેક દુકાનોમાં આર્યુવેદિક દવાના નામ પર આલ્કોહોલિક પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. કાયદાનો ઉલાળીયો કરીને દુકાનદારો દારૂનું પૂરક એવુ આલ્કોહોલિક પીણું ખુલ્લેઆમ વેચી રહ્યાં છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત ગુજરાતભરમાં દવાના નામે વેચાતા હર્બી નામના પીણું વેચાઈ રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના સ્ટીંગ ઓપરેશનમાં આ આલ્કોહોલિક પીણાના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

ગુજરાતમાં દારૂબંધી છે, તેથી દારૂ સરળતાથી નથી મળતુ. પણ તેના બદલામાં એક ચીજ એવી છે, જે સસ્તુ પણ પડે છે અને માંગો ત્યારે મળી જાય છે. હા, અમે વાત કરી રહ્યા છે હર્બી નામના આલ્કોહોલિક પીણાંની. બિયર બોટલ વેચવી ગુનો છે, પણ આ પીણાને પીવામાં કોઈ જ રોકટોક નથી, તેના વેચાણ પર કોઈ અંકુશ નથી. જેથી તે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, અને સરવાળે રાજ્યનું યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું છે. ZEE 24 કલાક દ્વારા પાટનગરમાં ગાંધીનગરમાં તેની રિયાલિટી ચેક કરવામાં આવી તો ગાંધીનગરમાં જ 3થી 4 દુકાનોમાં નશાનો કારોબાર થઈ રહ્યો છે. અહીં જેટલી જોઈએ એટલી બોટલ સરળતાથી મળી જાય છે. દારૂ ન મળે તો નશાખોરો આ પીણાનું સેવન કરે છે. 

શું આ દવા દારૂનો ઓપ્શન બની શકે છે
હા, આ સવાલનો જવાબ ખુદ બોટલ પર આપેલા પિસ્ક્રીપ્ન પર મળી જાય છે. હર્બીની બોટલમાં ભરેલો છે 11 ટકા દારૂ. જે દારૂનો નાનો પેગ જ કહી શકાય. માત્ર હર્બી ફ્લો જ નહિ, રાજ્યમાં રિશી ગ્રીન અને સ્ટોનરિસ્ટ નામની બોટલો પણ વેચાય છે. આ તમામ પ્રોડક્ટમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું વેચાઈ રહ્યું છે અને નશાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. 

યુવાઓને ગમે તે ભોગે નશીલા બનાવવા
ગુજરાતમાં દારૂબંધીના કાયદાની મજાક ઉડાવાઈ રહી છે. યુવાનો ઈચ્છે એટલી બોટલ મેળવી શકે છે. દારૂ નહિ તો છોટા પેક હી સહી. આ દવા કોઈ મેડિકલ સ્ટોર પર નહિ, પાનપાર્લર પર મળે છે. સામાન્ય રીતે પાન પાર્લર એટલે વ્યસન સેન્ટર. આમ, તો પાનપાર્લર પર બીજી કોઈ દવા નથી મળતી, પણ 11 ટકા આલ્કોહોલનુ પ્રમાણ ધરાવતી આ દવા માત્ર પાન પાર્લર પર મળે છે. આ પીણાનું આર્યુવેદિક દવાના નામે વેચાણ થાય છે. આ દવા લેવા માટે કોઈ પણ પ્રકારના પિસ્ક્રીપ્શનની જરૂર પડતી નથી. તેમજ દવાની બોટલ પર લખેલું છે કે, 3 એમએલ અને 5 એમએલ બોટલનું સેવન દર્દીઓએ કરવું જોઈએ, પરંતુ 300 એમએલની 100 રૂપિયામાં મળતી બોટલ સરળતાથી ગટગટાવી રહ્યા છે.
તેનો હેતુ સરળતાથી સમજી શકાય કે, તેનો ઉપયોગ શું થઈ શકે છે. 

તમારા સંતાનોને આનાથી ચેતવો
ગુજરાતમાં ઠેરઠેર પાનના ગલ્લા પર લોકો વ્યસન કરી રહ્યાં છે. ત્યારે હવે જો તમારા સંતાનો વારંવાર પાનના ગલ્લા પર જવાની વાત કરતા હોય, અથવા તો ત્યાં બેસી રહેતા હોય તો તેમના પર નજર રાખો. કારણ કે, તેઓ આ પ્રકારના દવા લઈને નશો કરવાના રસ્તે પણ ચાલી શકે છે. આ વેચાણ પર કોઈ અંકુશ નથી, બેરોકટોક આવી બોટલો વેચાઈ રહી છે, ત્યારે દારૂબંધીવાળા ગુજરાતમાં યુવાનો અવળા રસ્તે જઈ શકે છે. 

ઝી 24 કલાક દ્વારા જ્યારે નશાના કાળા કારોબાર વિશે સરકારને પૂછવામાં આવ્યું તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ બાબતોને રોકવા માટે નાર્કોટિક્સ અંગેનો કાયદો કડક કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. તેમજ વિધાનસભામાં આ સમયે તેનુ સુધારા વિધાયરક લાવાવમાં આવશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news