મયુર સાંધી/સુરેન્દ્રનગર :લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. તો અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વની વાત એ છે કે, રાજકોટના યુવાનો રાજસ્થાન ગામે લગ્ન પ્રસંગે જતા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કેટલાક યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા એ દરમિયાન તેમની ઈકો કારને કટારીયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ખાનગી લક્ઝરી સાથે ટકરાઈ હતી. જેમાં ઈકો કારો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ચાર યુવકોનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો અન્ય બે યુવકો ઘાયલ થયા છે. કાર એટલી હદે બૂકડો વળી ગઈ હતી કે, ઘાયલ તથા મૃતક યુવકોને કારના પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટના વિશે જાણ થતા જ યુવકોના પરિવારજનો દોડી આવ્યા હતા. હોસ્પિટલનો માહોલ શોકમગ્ન બની ગયો હતો. 


આ પણ વાંચો : એક યુવક અને બે યુવતી 10 વર્ષ સાથે લિવ ઈનમાં રહ્યાં, હવે લગ્નની કંકોત્રી વહેંચી 


મૃતકોના નામ
રાજસ્થાનના રહેવાસી સાગરભાઇ જે. પવાર (ઉંમર 27 વર્ષ) તથા રાજકોટના રહેવાસીઓ અનિલભાઈ બી. ચૌહાણ (ઉંમર 25 વર્ષ), સંદિપભાઇ કે. જોટાણીયા (ઉંમર 25 વર્ષ) અને ઇમરાનભાઇ કે. સમા (ઉંમર 24 વર્ષ) 


અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ હાઈવે પરથી ટ્રાફિક નિયમન કર્યુ હતું. 


આ પણ વાંચો : 


કનુએ રણજીત અને પત્નીને નિર્વસ્ત્ર થવા કહ્યું, અને પછી ક્રાઈમમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો