કનુએ રણજીત અને પત્નીને નિર્વસ્ત્ર થવા કહ્યું, અને પછી ક્રાઈમમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો
Trending Photos
પંચમહાલ :બંટી બબલી બનીને લોકોને છેતરતા કે ટોપી પહેરાવતા દંપતીના કિસ્સા તો તમે અનેક જોયા કે સાંભળ્યા હશે, પરંતુ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી બંટી બબલીનો જે કિસ્સો સામે આવ્યો છે તે સમાજ માટે લાલબત્તી સમાન છે. પતિ પત્નીના ભવોભવના સાત ફેરાના સંબંધને લાંછનરૂપ આ કિસ્સો છે.
ગોધરામાં એક ખાનગી કંપનીની આયુર્વેદિક દવા વેચવાનું કામ કરતા રણજિત રાવલજી નામના સેલ્સમેને થોડા સમય અગાઉ ગોધરાની જ આશા નામની પરણિત યુવતીને દવાનું વેચાણ કર્યું હતું. બે ત્રણ વખત દવા માટે મોબાઈલ પર વાતચીત થતા આશા અને રણજિત વચ્ચે મૈત્રીના સંબંધો વિકસ્યા હતા. સમય જતાં આ સંબંધો પ્રેમમાં પરિણમ્યા હતાં. જો કે આશા અને તેના પતિ કનુ ભરવાડ દ્વારા રણજીત માટે આ એક જાળ બિછાવવામાં આવી હતી. આ બાબતથી અજાણ રણજીતને 29 એપ્રિલના રોજ આશાનો ફોન આવતા તેના ઘરે મળવા માટે ગયો હતો. કાવતરાથી અજાણ રણજીત મનમાં આશાને મળવાની આશ સાથે તેના ઘરે પહોંચી ગયો હતો. રણજીત જેવો ઘરમાં પ્રવેશ્યો કે તરત જ પાછળ સંતાઈને ઉભેલા આશાના પતિ કનુએ રણજીત પર હુમલો કર્યો હતો. તેમજ તેના પાછળના ભાગે બચકું ભરી લીધું અને સીધો પોતાના બેડરૂમમાં લઇ ગયો.
આટલે સુધી તો રણજીતને કઈ સમજાયું નહિ, પરંતુ જેવા રણજીત અને કનુ બેડરૂમમાં પહોંચ્યા ત્યાં પહેલેથી જ આશા બેઠેલી હતી. કનુએ રણજીત અને આશા બંનેને નિર્વસ્ત્ર થવા જણાવ્યું. રણજીતે ઈન્કાર કરતા કનુએ ધાકધમકી આપતા આખરે તે નિર્વસ્ત્ર થયો હતો. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે કનુએ રણજીતને નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલી પોતાની પત્ની આશા ઉપર સંભોગ કરતા હોય તે રીતે સ્ટાઈલ કરવા કહ્યું. ડરના માર્યા રણજીતે તેમ કર્યું. ત્યારે કનુએ બંનેની કઢંગી હાલતના ફોટો પાડી લીધા હતા.
આશા અને રણજીતના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા બાદ કનુએ રણજીતને બ્લેકમેલ કર્યો હતો. તેણે કહ્યું કે હવે પોતાની પત્ની સાથે બળાત્કાર કર્યો હોવાના પુરાવા સાથે પોલીસ કેસ કરી તેને ફસાવી દેશે. જો આમ ન થવા દેવું હોય તો 20 લાખ રૂપિયા આપવા પડશે. પોતાની પર પોલીસ ફરિયાદની વાત સાંભળી ડરી ગયેલા રણજીતે પોતાની પાસે આટલા રૂપિયા કેસ નથી તેથી ચેક આપવાની વાત કહીને ત્યાંથી નીકળ્યો હતો. એક્ટિવા લઈને આવેલા રણજીત પાસેથી કનુએ એક્ટિવા છીનવી લઈ ચેક કે રોકડા લઈને આવવા જણાવ્યું હતું.
વાર્તામાં જોરદાર ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે રણજીત જેની એક્ટિવા લઈને ગયો તે ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ હતી. આ નર્સે પોલીસને જાણ કરી કે પોતાની એક્ટિવા એક ઓળખીતાને આપી હતી, છે જે હજુ સુધી પરત નથી આવી. પોલીસે એક્ટિવાની શોધખોળ કરતા રણજીતનો સંપર્ક થયો હતો, ત્યારે ઘટનાની હકીકત અને સંબંધિત ફોટા સહિતના પુરાવાઓ જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે રણજીતને સમગ્ર મામલે ફરિયાદ આપી છટકું ગોઠવવા માટે મનાવી લીધો હતો. જેથી રણજીતે પોલીસના માર્ગદર્શન મુજબ 10 લાખની વ્યવસ્થા કરી કનુને ફોન કર્યો હતો.
બંટી બબલીની જોડી જેવા કનુ અને તેની પત્ની આશા ગોધરાના ભૂરાવાવ પાસે રણજીતે જણાવેલ જગ્યાએ રૂપિયા લેવા માટે આવ્યા હતા. જ્યાં રણજીતે રૂપિયા 10 લાખ કનુના હાથમાં મુકતા જ અગાઉથી સિવિલ ડ્રેસમાં હાજર પોલીસે કનુ અને તેની પત્નીને ઝડપી પાડ્યા હતા.
હાલ સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસે કનુ અને તેની પત્નીની ધરપકડ કરી તેમની સામે આઇપીસીની ધારા 386, 388, 325, 504, 506(2), 120 B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેવુ ગોધરાના ડીવાયએપી સીસી ખટાનાએ જણાવ્યું.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે