પાટણના નાયી પરિવારના 7 લોકો સુરેન્દ્રનગરમાં જીવતા ભૂંજાયા, ચોટીલા દર્શન કરવા ગયા હતા
- માલવણ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતા કારમાં અંદર રહેલા 5 લોકો જીવતાં ભુંજાઈ ગયા.
- ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતા કારમાં સ્પાર્ક થયો હતો, જેના બાદ એકાએક આગ ફાટી નીકળી હતી
મુયર સાંધી/સુરેન્દ્રનગર :બુધવાર બાદ સુરેન્દ્રનગરમાં શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. આજે સવારે સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત (accident) સર્જાયો હતો. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર સળગી ઉઠતાં કારમાં સવાર પાટણના નાયી પરિવારના 7 લોકોના સળગી જવાથી મોત નિપજ્યા છે. આ પરિવાર ચોટીલા દર્શન કરવા નીકળ્યો હતો, દર્શન કરીને પરત ફરતા જ તેઓ અકસ્માતે મોતને ભેટ્યા હતા.
ટક્કર લાગતા જ કાર ભડભડ સળગવા લાગી
માલવણ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતા કારમાં અંદર રહેલા 7 લોકો જીવતાં ભુંજાઈ ગયા છે. પાટણના નાયી પરિવારના સદસ્યો ચોટીલામાં દર્શન કરવા ગયા હતા. ત્યારે દર્શન કરીને પરત ફરતા સમયે આજે સવારે 5 વાગ્યા બાદ તેમની કાર ડમ્પર સાથે ટકરાઈ હતી. માલવણ-ખેરવા પર ઈકો કાર જીજે 24 એક્સ 1657 ઘરે પરત ફરતી વેળા ડમ્પર જીજે 33 ટી 5959 સાથે ટકરાતા કાર ખાડામાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી અને કારમાંથી બેસેલા ડ્રાઈવર સહિતના તમામ 7 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. તમામ મૃતકો કોરડા અને નાનાપુરના નાયી પરિવારના વતની છે.
આ પણ વાંચો : 57 કલાકના કરફ્યૂમાં અમદાવાદની પહેલી સવાર, જુઓ તસવીરોમાં...
ટક્કર લાગતા જ કાર ભડભડ સળગવા લાગી
માલવણ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતા કારમાં અંદર રહેલા 5 લોકો જીવતાં ભુંજાઈ ગયા છે. ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતા કારમાં સ્પાર્ક થયો હતો, જેના બાદ એકાએક આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ઝપેટમાં આવી ગયા હતા, અને સ્થળ પર જ ભડથુ થઈ ગયા હતા. અકસ્માત બાદ પોલીસ દોડતી થઈ હતી, અને સ્થળ પર આવીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : આખી ઈન્ડિયામાં ફેમસ થયેલું આ IAS કપલ માત્ર 2 વર્ષમાં ડિવોર્સ પર આવી ગયું
આગ લાગ્યા બાદ બહાર ન નીકળી શક્યા લોકો
અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ઝપેટમાં આવી ગયા હતા, અને સ્થળ પર જ ભડથુ થઈ ગયા હતા. આ ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી છુટ્યો હતો. અકસ્માત બાદ પોલીસ દોડતી થઈ હતી, અને સ્થળ પર આવીને તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃતદેહો એટલા હદે બળી ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા.
મૃતકોના નામ
રમેશભાઈ મનસુખભાઈ નાયી (ઉ.વ. 38), કૈલાશબેન રમેશભાઈ નાયી (ઉ.વ. 35), સનીભાઈ રમેશભાઈ નાયી (ઉ.વ. 12), શીતલબેન રમેશભાઈ નાયી (ઉ.વ. 8), હરેશભાઈ ચતુરભાઈ નાયી (ઉ.વ. 35), સેજલબેન હરેશભાઈ નાયી (ઉ.વ. 32), હર્ષીલભાઈ હરેશભાઈ નાયી (ઉ.વ. 6)
આ પણ વાંચો : કરફ્યૂમાં વાહન ન મળતા હાથમાં બેગો ઉઠાવી ચાલતા નીકળ્યા મુસાફરો, રીક્ષાચાલકોએ ત્રણ ગણું ભાડું માંગ્યું
એક અઠવાડિયામાં બીજો ગંભીર અકસ્માત
સુરેન્દ્રનગરમાં એક અઠવાડિયામાં થયેલો આ બીજો ગંભીર અકસ્માત છે. તાજેતરમા જ બુધવારે સુરેન્દ્રનગરના લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે એક કાર વૃક્ષ સાથે જોરદાર ભટકાઈ હતી. આ ટકરાવ એટલો જોરદાર હતો કે, કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.