Accident News ધવલ પારેખ/નવસારી : નવસારીના વેસ્મા નજીક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ દોડતી ફોર્ચ્યુંનર કાર ડીવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો કુલ 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત દરમિયાન બસના ડ્રાઈવરને પણ હાર્ટ એટેક આવ્યો હતો, જેમનુ મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા કાર સાથે ટક્કર થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ સુરતથી વલસાડ તરફ જઈ રહી હતી. ત્યારે ફોરર્યુનર કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોરચ્યુનર કારમા સવાર તમામ 8 યુવકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, બસમાં સવાર ડ્રાઈવરનું અકસ્માત અને હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઈજા થતા તમામને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો સામાન્ય ઈજા પામનાર લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઇવરને હાર્ટ અટેક આવતા બસ fortuner કાર સાથે અથડાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 


મૃતકોના નામ  મૃતકોના પૂરા નામ
1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ
3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ
4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ
5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ
6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત
8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ
9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ


આ પણ વાંચો : 


નવા વર્ષ પર મોદી સરકારની મોટી ભેટ, નાની બચત કરનારાઓેને થશે ધનલાભ


ઉર્વશી રૌતેલાએ હદ પાર કરી, રિષભ પંત હોસ્પિટલમાં છે અને ઉઘાડા કપડા પહેરેલી સ્પોટ થઈ


શું તમે જાણો છો હીરાબા જાહેરમાં પહેલીવાર ક્યારે આવ્યા હતા, આ રહી એ પ્રસંગની તસવીરો