Small Savings Scheme Interest Rate: નવા વર્ષ પર મોદી સરકારની મોટી ભેટ, નાની બચત કરનારાઓેને થશે ધનલાભ

Govt Savings Schemes: નરેન્દ્ર મોદી સરકારે ન્યૂ યર 2023 પહેલા ભારતના નાગરિકોને મોટી ભેટ આપી છે... સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો છે... આ વધારો જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક વ્યાજ દરમાં કરવામા આવ્યો છે 

Small Savings Scheme Interest Rate: નવા વર્ષ પર મોદી સરકારની મોટી ભેટ, નાની બચત કરનારાઓેને થશે ધનલાભ

Investment Schemes: નરેન્દ્ર મોદી સરકારે ન્યૂ યર 2023 પહેલા ભારતની જનતાને મોટી ગિફ્ટ આપી છે. સરકારે 1 જાન્યુઆરીથી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટ ઓફિસ ફિકસ્ડ ડિપોઝીટ, સીનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ સ્કીમના વ્યાજ દરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ વધારો જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક વ્યાજ દરમાં કરવામાં આવ્યો છે. 1 વર્ષની સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દર વધારીને 6.6 ટકા કરવામાં આવ્યા છે. જે પહેલા 5.5 ટકા હતુ. જ્યારે કે, 2 વર્ષની સ્કીન પર 6.8 ટકાના વ્યાજ દર પર મળશે. પહેલા 5.7 ટકા હતું. 3 વર્ષની સ્કીમ પર વ્યાજ દર વધીને 6.9 ટકા થઈ ગયા છે, જે પહેલા 5.8 ટકા હતું. 

તો 5 વર્ષની સ્કીમ પર  7 ટકાના દરથી વ્યાજ મળશે. જે પહેલા 6.7 ટકા હતું. સીનિયર સિટીઝનસ સેવિંગ પ્લાન પર વ્યાજ હવે 8 ટકા થઈ ગયું છે, જે પહેલા 7.6 ટકા હતું. મહિના મુજબ ઈન્કમ પ્લાન પર વ્યાજ દર વધીને 7.1 ટકા થઈ ગયું છે, જે પહેલા 6.7 ટકા હતું. આ ઉપરાંત કિસાન વિકાસ પત્ર પર હવે 7.2 ટકાના વ્યાજ દરથી મળશે. તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર વ્યાજ દર વધારીને 7 ટકા કરી દેવાયું છે, જે પહેલા 6.8 ટકા હતું. ફાઈનાન્સ મંત્રાલયે શુક્રવારે સાંજે એક સરક્યુલર જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી-માર્ચ 2023 ત્રિમાસિક માટે આ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં 110 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : 

નાની બચત યોજનાઓ પર કેવી રીતે નક્કી થાય છે વ્યાજ દર
નાની બચત યોજનાઓ પર વ્યાજ દરની સમીક્ષા સરકાર દર ત્રિમાસિક ગાળામાં કરે છે. નાની બચત યોજનાઓ માટે વ્યાજ દર કાઢવા માટેની ફોરમ્યુલા શ્યામલા ગોપીનાથ કમિટીએ આપ્યો હતો. સમિતિએ સૂચનો આપ્યા હતા કે, વિવિધ યોજનાઓના વ્યાજ દર સમાન મેચ્યોરિટી વાળા સરકારી બોન્ડના પ્રતિફળથી 25-100 બીપીએસ વધુ હોવી જોઈએ. 

ગત વખતે ઓછા વ્યાજ દર હતા
અંદાજે ચાર વર્ષ બાદ સરકારે ગત ત્રિમાસિકમાં કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ઓક્ટોબર-ડિસેમ્બર 2022 ત્રિમાસિક માટે ત્રણ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 10 બીપીએસથી 30 બીપીએસનો વધારો કરવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news