બનાસકાંઠા : અડધી રાત્રે 3 વાગે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબૂ, 35 મુસાફરો ઈજાગ્રસ્ત
બનાસકાંઠાના દાંતીવાડાના મોટી મહુડી પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ઝાલોરથી વડોદરા જતી લક્ઝરી બસમાં ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી હતી અને બસમાં સવાર 35 મુસાફરોને પહોંચી નાની મોટી ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પાંથાવાડા, ડીસા અને પાલનપુરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના દાંતીવાડાના મોટી મહુડી પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ઝાલોરથી વડોદરા જતી લક્ઝરી બસમાં ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી હતી અને બસમાં સવાર 35 મુસાફરોને પહોંચી નાની મોટી ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પાંથાવાડા, ડીસા અને પાલનપુરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
બનાસકાંઠામાં દાંતીવાડાના મોટી મહુડી પાસે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. જેમાં લક્ઝરી બસ નંબર આરજે 19 પીએ 4094 બસ નંબરની બસ રાજસ્થાનના ઝાલોથી વડોદરા જઈ રહી હતી. ત્યારે રાત્રે 3 વાગ્યે મોટી મહુડી પાસે લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. ઈજાગ્રસ્ત લોકોએ સારવાર માટે પાંથાવાડા, ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :