અંડરકન્સ્ટ્રક્શન હોટેલમાં ઉંચાઈથી ધબ દઈને મહિલા પડી નીચે, કલાકો સુધી રઝળતો રહ્યો મૃતદેહ
વડોદરામાં એક ગમખ્વાર ઘટના બની છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બની રહેલી મેરીઓન નામની ભવ્ય હોટેલના બાંધકામ દરમિયાન ઉંચાઈથી એક શ્રમજીવી મહિલા નીચે પડકાતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
હાર્દિક દીક્ષિત, વડોદરા : વડોદરામાં એક ગમખ્વાર ઘટના બની છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બની રહેલી મેરીઓન નામની ભવ્ય હોટેલના બાંધકામ દરમિયાન ઉંચાઈથી એક શ્રમજીવી મહિલા નીચે પડકાતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ ઘટના પછી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.
આ મહિલાનો ગજબનો આઇડિયા, ઘર બની ગયું રાજકોટનું સૌથી ખાસ ઘર
આ બનાવ પછી બનાવના સ્થળે રહેલા તમામ શ્રમજીવીઓ ભાગી ગયા હતા જેના કારણે તેનો મૃતદેહ કલાકો સુધી પડ્યો રહ્યો હતો. આ પછી કોન્ટ્રાક્ટર પર કામ બંધ કરાવીને રવાના થઈ ગયો હતો. આ મામલા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં મહિલાનો મૃતદેહ ખસેડીને અંદર લઈ લેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક