આ મહિલાનો ગજબનો આઇડિયા, ઘર બની ગયું રાજકોટનું સૌથી ખાસ ઘર

તેમના આ ભગીરથ કાર્યમાં તેમના પતિ પણ તેમને અથાગ સહયોગ આપે છે અને સાથે જ ઈલાબેન તેમના પત્ની હોવા પર તેઓ ગર્વ પણ કરી રહ્યા છે.

Trending Photos

આ મહિલાનો ગજબનો આઇડિયા, ઘર બની ગયું રાજકોટનું સૌથી ખાસ ઘર

રક્ષિત પંડ્યા, રાજકોટ : સામાન્યત રીતે દીકરી સાસરે જાય ત્યારે પોતાના પિયરથી સોના-ચાંદી સહિતના દાગીના અને શૃંગારનો સામાન પણ લઈ જતી હોય છે પરંતુ રાજકોટમાં રહેતા ઇલાબેન આચાર્ય વર્ષો પહેલા પોતાના પિયરથી લગ્ન સમયે કરિયાવરમાં માત્ર પાંચ કુંડામાં વાવેલા છોડવા લાવ્યા હતા. આજે તેઓ પોતાના ઘરમાં એક નહીં પરંતુ દેશ-વિદેશના એક હજારથી પણ વધુ છોડવાનો ઉછેર કરી રહ્યા છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો રાજકોટમાં રહેતા ઇલાબેન મુકુલરાય આચાર્ય લગ્ન કરી સાસરે આવ્યા ત્યારે કરિયાવરમાં પોતાની સાથે કોઈ સોના-ચાંદીના દાગીના કે સાજ સજાવટ માટે શૃંગારના કોઈ સાધનો નહોતાં લાવ્યાં. તેઓ પોતાની સાથે પાંચ કુંડા લાવ્યા હતા જેના કારણે આજે તેમનું ઘર ઉપવનમાં બદલાઈ ગયું છે. આજે તેમના ઘરમાં એક-બે નહીં પરંતુ દેશ-વિદેશના એક હજારથી પણ વધુ છોડવાઓનો ઉછેર  થઈ રહ્યો છે. તેમના આ ભગીરથ કાર્યમાં તેમના પતિ પણ તેમને અથાગ સહયોગ આપે છે અને સાથે જ ઈલાબેન તેમના પત્ની હોવા પર તેઓ ગર્વ પણ કરી રહ્યા છે.

ઘરમાં ઉછરતા ખાસ છોડ

  • દક્ષિણ આફ્રિકાનું લીથોપસ
  • બ્રાઝિલનું પેડીલેંથસ
  • મેક્સિકોનું વિક્ટોરિયા અગાવે
  • બ્રાઝિલનું ગ્રીફિનીયા 
  • સ્પેઇનનું સ્પેનિશ મોસ
  • જાપાનનું મારીમો મોસ
  • દક્ષિણ આફ્રિકાનું ક્રસુલ્લા
  • વેસ્ટલેન્ડ એસિયાનું પેનીવ્રોટ
  • નેપેંથેસનું પીચર પ્લાન્ટ

આ દુર્ભાગી મહિલાને મળ્યું જબરદસ્ત પીડાદાયક મોત, ભગવાન દુશ્મનને પણ ન આપે આવું મૃત્યુ

આજે રાજકોટ સહિત સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પરેશાન થઇ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી કઈ રીતે બચી શકાય તે માટેના ઉપાયો શોધી રહ્યું છે ત્યારે ઇલાબેન આચાર્ય જેવા લોકો પાસેથી પર્યાવરણને કઈ રીતે પ્રેમ કરી શકાય તે અંગે શીખવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news