મૌલિક ધામેચા/ અમદાવાદઃ સરકારી ભરતીમાં પાસ કરાવવાના બહાને રૂપિયા પડાવતી ટોળકીનો વધુ એક સાગરીત ક્રાઈમ બ્રાંચની ગિરફ્તમાં આવ્યો છે. જે આરોપી  મુખ્ય આરોપી હરેશ પ્રજાપતિને બનાવટી આઈકાર્ડ સહીત અન્ય બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવી આપતો હતો. જે માટે આરોપી અલગ-અલગ ડોક્યુમેન્ટ બનાવવા પેટે 1 હજારથી 5 હજાર રૂપિયા પડાવતો હતો. જોકે આરોપીની ધરપકડ બાદ અન્ય નવા નવા ખુલાસા સામે આવે તેને લઈ ક્રાઈમ બ્રાંચ વધુ તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ મુસ્તફા શખાવા.  જે મુળ અમદાવાદના રિલીફ રોડનો રહેવાસી છે. પરંતુ દહેગામ ખાતે ચાલતી વિવેકાનંદ એકેડેમીના સંચાલકો સાથે મળી ઉમેદવારો સાથે છેતરપિંડી કરતો હતો. ઝડપાયેલ આરોપી મુસ્તફા તમામ બોગસ દસ્તાવેજો તૈયાર કરતો સાથે જ અગાઉ ઝડપાયેલ આ ટોળકીના મુખ્ય આરોપી હરિશ પ્રજાપતિનુ PSI તરીકેના નામ વાળું બનાવટી આઈકાર્ડ પણ બનાવ્યુ હતુ. જોકે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરતા અન્ય બોગસ દસ્તાવેજો મળી આવ્યા છે.       


આ પણ વાંચોઃ માલધારી સમાજના વિરોધ બાદ સરકારનો નિર્ણય, ઢોર નિયંત્રણ બિલ સ્થગિત


પકડાયેલ આરોપી મુસ્તફા શખાવા હાલ તો પોલીસે કોમ્પ્યુટર કબ્જે કરી તપાસ કરતા તેની પાસેથી LRDના 9 ઉમેદવારોના એડમીટ કાર્ડ, AMC ભરતી માટેના કોરા અરજી ફોર્મ, PSIનુ બનાવટી આઈકાર્ડ,  બિન હથિયારી લોકરક્ષકની નિમણુકના કોલ લેટર સહીતના બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે. જોકે આ અંગે પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે આરોપી છેલ્લા 10 વર્ષથી આ ટોળકી સાથે સંડોવાયેલ છે. અને અનેક બનાવટી દસ્તાવેજો બનાવી રૂપિયા કરાઈ છેતરપિંડી કરી છે. વિવેકાનંદ ટ્રેનિંગ એકેડેમીના ઓથા હેઠળ 81 થી વધુ વિદ્યાર્થી ઓ સાથે છેતરપિંડી કરતી આ ટોળકીના રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. 


ત્યારે આગામી સમયમા આરોપી વિરુધ્ધ વધુ નવા ગુના નોંધાય તો નવાઈ નહી. ત્યારે પોલીસ તપાસમાં શુ નવી હકિકત સામે આવે છે તે જોવુ મહત્વનુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube