જૂની કે બાઉન્સ થયેલી કાર લેતા પહેલા સાવધાન! રાજકોટમાં કાર ચોરીના નવતર કૌભાંડનો પર્દાફાશ
પોલીસ તપાસમાં આરોપી લકઝરીયસ કાર જીપીએસ સીસ્ટમ લગાવીને સસ્તા ભાવે વગર ડોક્યુમેન્ટે વેંચતા હતા. પછી વેંચેલી કાર જીપીએસ સીસ્ટમ થી ટ્રેસ કરતા અને બીજી ચાવી થી કાર ઉઠાવી લઇ બીજાને વેંચી દેવાનું કારસ્તાન ઝડપાયું છે.
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરીનાં નવતર કૌંભાડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદની ચોર ટોળકીનાં મુખ્યસુત્રધારની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે 9 જેટલી ચોરાઉ કાર કબ્જે કરી છે. પોલીસ તપાસમાં આરોપી લકઝરીયસ કાર જીપીએસ સીસ્ટમ લગાવીને સસ્તા ભાવે વગર ડોક્યુમેન્ટે વેંચતા હતા. પછી વેંચેલી કાર જીપીએસ સીસ્ટમ થી ટ્રેસ કરતા અને બીજી ચાવી થી કાર ઉઠાવી લઇ બીજાને વેંચી દેવાનું કારસ્તાન ઝડપાયું છે. હાલ પોલીસે આરોપી પાસેથી 9 કાર, જીપીએસ સિસ્ટમ, મોબાઇલ ફોન સહિત 53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગુજરાતની બ્યૂરક્રસીમાં મોટા ફેરફારો: જાણી લો કયા ટોપના IASને કયું મળ્યું મહત્વનું પદ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનાં કબ્જામાં રહેલા આ શખ્સને જૂઓ...જેનું નામ છે ઇમ્તિયાઝ ઉર્ફે બોબડો ઇનુશ વ્હોરા. આરોપી ઇમ્તિયાઝ વ્હોરા પર આરોપ છે લકઝરીયસ કારનાં ચોરીનાં નવતર કૌંભાડને અંજામ આપવાનો...સમગ્ર મામલા પર નજર કરીએ તો, નવેમ્બર, 2022નાં રાજકોટનાં 150 ફુટ રીંગ રોડ પર સરસ્વતીનગરમાંથી 8 લાખની બોલેરો પીકઅપ વાનની ચોરી થઇ હતી. જેની ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ બી.ટી ગોહિલ અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા બોલેરો કારની ચોરી વેંચનાર અમદાવાદનાં શખ્સોએ જ કરી હોવાની હકિકત સામે આવી હતી.
પાખંડીને સજા થતાં આ પરિવારે ઘરમાં ઉજવણી કરી મીઠાઈ વહેંચી: દીકરી સાથે થયો હતો આ કાંડ
જેના આધારે મહંમદઇમ્તિયાઝ વ્હોરા અને અસરફ મયુદિન દિવાનની ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબુલાત આપી હતી કે મુખ્યસુત્રધાર ઇમ્તિયાઝ ઉર્ફે બોબડો વ્હોરા છે. જેનાં આધારે આરોપી ઇમ્તિયાઝ વ્હોરા રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે આવ્યો હોવાની બાતમી આધારે દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસની પુછપરછ કરતા 9 ચોરાઉ કાર, જીપીએસ અને મોબાઇલ સહિત 53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અમદાવાદમાં મેચને પગલે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, અડધી રાત સુધી મળી રહેશે આ ટ્રેન
કેવી રીતે આચર્યું કૌંભાડ ?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી ઇમ્તિયાઝ વ્હોરા મુખ્યસુત્રધાર છે. ઇમ્તિયાઝ વ્હોરા ઇંગ્લિશ વેબ સિરીઝ જોઇને જીપીએસ સિસ્ટમ થી ટ્રેસ કરી ચોરી કરવાની પ્રેરણા મેળવી હતી. અત્યાર સુધીમાં ઇમ્તિયાઝ વ્હોરા અને ટોળકીએ 200 જેટલા કાર બજારમાંથી ખરીદી અને સસ્તા દરે વહેંચીને અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદની આ ટોળકીની મોડેશ ઓપરેન્ડીની વાત કરીએ તો, આ ટોળકી બે પ્રકારની મોડેશ ઓપરેન્ડી ધરાવે છે.
જેમાં પ્રથમ મોડેશ ઓપરેન્ડી એવી છે કે, બેંક લોન ચાલું હોય અને હપ્તા ન ભર્યા હોય તેવી કાર મુળ માલીક પાસે થી સસ્તી કિંમતમાં ખરીદી કરતા. ત્યાર પછી વગર ડોક્યુમેન્ટે સસ્તા ભાવે કાર વેંચી દેતા. પરંતુ વેંચતા સમયે એક નહિં પરંતુ બે થી ત્રણ જીપીએસ કારમાં ફિટ કરી દેતા હતા. સસ્તા ભાવે ખરીદી કરેલી કાર બે થી ત્રણ મહિના બાદ જીપીએસ થી ટ્રેસ કરતા અને જ્યાં હોય ત્યાંથી રાતનાં સમયે બીજી ચાવી થી ઉઠાવી લેતા અને બીજા વ્યક્તિને સસ્તા ભાવે વેંચી ફરી કૌંભાડ આચરતા હતા.
એક સમયે ચા વેચતો આસુમલ કેવી રીતે બની ગયો "બાપુ આસારામ", જાણી લો પાખંડીનો ભૂતકાળ
બીજી મોડેશ ઓપરેન્ડી એવી હતી કે, આરોપીઓ કાર ભાડે કરતા હતા. ત્યાર પછી જીપીએસ સિસ્ટમ લગાવીને સસ્તા ભાવે ડોક્યુમેન્ટ વગર કાર વેંચી દેતા હતા. પછી થોડા દિવસો બાદ કાર જીપીએસ સીસ્ટમ થી ટ્રેસ કરી બીજી ચાવી થી ઉઠાવી મુળ માલિકને કાર પરત સોંપી દેતા હતા. પોલીસ તપાસમાં કોઇ ફરીયાદ ન થવા પાછળ ખબર પડી હતી કે, ડોક્યુમેન્ટ વગરની કાર ખરીદ કર્યા બાદ ચોરી થાય તો પોલીસને ક્યાં આધાર પુરાવા આપવા તેવા ડર થી અનેક લોકો આ ટોળકીનો ભોગ બન્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકીએ મર્સિડીઝ, ઓડી, બીએમડબલ્યુ જેવી લકઝરીયસ કાર પણ આ પ્રકારે વેંચીને ચોરીને અંજામ આપ્યો છે
શું છે ગુનાહિત ઇતિહાસ ?
પોલીસનાં જણાવ્યા મુજબ, આરોપી ઇમ્તિયાઝ વ્હોરા સામે 8 જેટલા ગુનાઓ નોંધાયા છે. જેમાં મોટાભાગનાં ગુનાઓ ચોરી અને ચિટીંગનાં છે. અમદાવાદ, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને બોડેલીનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે આરોપી આણંદ અને બોડેલીમાં આ પ્રકારની કારનું વેંચાણ વધુ કર્યું હોવાનું સામે આવ્યું છે. હજું પણ અમદાવાદની આ ટોળકીમાં હુશૈનખાન ઉર્ફે બાબાખાન પઠાણ અને રીઝવાનહાફિજ રસિદ શેખની ધરપકડ કરવાની બાકી છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતના ખેડૂતો આનંદો! ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતો માટે મોદી સરકારને કરી આ ભલામણ
પોલીસનાં કહેવા મુજબ, આરોપી ઇમ્તિયાઝ વ્હોરા વડોદરાનો રહેવાસી છે જ્યારે હુશૈનખાન પઠાણ અને રીઝવાનહાફિજ રસીદ શેખ પાર્ટનર હતા. ઇમ્તિયાઝ પોલીસનાં સકંજામાં આવી ચુક્યો છે. જ્યારે અન્ય તેનાં સાગ્રીતોની પોલીસે શોધખોળ શરૂ કરી છે. અત્યાર સુધીમાં ઇમ્તિયાઝે 200 કાર ચોરીની કબુલાત આપી છે જોકે પોલીસ રીમાન્ડ મેળવીને ચોરી કરેલી કાર રીકવર કરવા કમરકસી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં ઇમ્તિયાઝ કેટલા નવા ખુલાસા કરે છે તે પણ જોવું રહ્યું.