પોલીસ જપ્તામાંથી વારંવાર ફરાર થઇ જતા આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો
ક્રાઈમ બ્રાન્ચે ફરી એકવાર પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપી ઉમેશ ખટિકને પકડી પાડયો છે. આરોપીની થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે પકડીને નારોલ પોલીસને સોંપ્યો હતો. પરંતુ આરોપી નારોલ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો અને જેને શોધવા ટિમો કામે લાગી ગઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી ઉમેશ ખટિકે પોલીસથી બચવા માટે અલગ અલગ રીતો અપનાવી પણ તેમ છતાં લાંબો સમય પોલીસના હાથમાં આવતા બચી શક્યો નહિ.
મૌલિક ધામેચા/અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ફરી એકવાર પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપી ઉમેશ ખટિકને પકડી પાડયો છે. આરોપીની થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે પકડીને નારોલ પોલીસને સોંપ્યો હતો. પરંતુ આરોપી નારોલ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો અને જેને શોધવા ટિમો કામે લાગી ગઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી ઉમેશ ખટિકે પોલીસથી બચવા માટે અલગ અલગ રીતો અપનાવી પણ તેમ છતાં લાંબો સમય પોલીસના હાથમાં આવતા બચી શક્યો નહિ.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત થશે ભવ્ય ઉજવણી, 75 શહેરોમાં યોજાશે અમૃત યાત્રા
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, આરોપી ઉમેશ એકટીવા લઈને નીકળવાનો છે. જેથી તેને રોકી તપાસ કરતા સામે આવ્યું કે, આ એકટીવા તેને ચોરી કરી છે. વિગતવાર તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી પોલીસથી બચવા પહેલા 15 દિવસ રાજસ્થાન જતો રહ્યો હતો. ત્યાર બાદ પરત આવીને ગાંધીનગર અને અડાલજમાં સરકારી હોસ્પિટલમાં ફ્રેશ થઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી એકટીવા ચોરી કરીને ફેરવતો હતો. ત્યાર બાદ કામ પૂરું થયા બાદ એકટીવાને કલોલ પાર્કિંગમાં મૂકીને રાજસ્થાન જતો રહયો હતો.
કેસર કેરી મધ્યમવર્ગને આ વખતે કડવી લાગશે, કારણ જાણીને તમે ચોક્કસ ચોંકી ઉઠશો
પકડાયેલ આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે. આરોપી ઉમેશ ખટિક માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં ગુનેગાર રહી ચુક્યો છે. તેના વિરુદ્ધ ચોરી અને ચેઈન સ્નેચિંગના અનેક ગુનાઓ દાખલ થયેલ છે. એટલું જ નહીં ઉમેશ ખટિક આરોપી ફ્લાઈટમાં તેલંગાણા અને કર્ણાટકમાં જઈને ચેઈન સ્નેચિંગ કરીને પરત ફ્લાઈટમાં આવી જતો. હાલ અમદાવાદ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 30 થી વધુ ગુનાઓ દાખલ થયેલ છે. 2 વાર પાસા અને એક વાર તો આરોપીને તડીપાર પણ કરવામાં આવેલો. જોકે તાજેતરમાં નારોલ પોલીસ ને ચકમો આપી ઉમેશ ફરાર થતા પોલીસે ઝડપી લીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube