અમદાવાદ: દાણીલીમડા પત્નીની હત્યા કેસમાં આરોપી પતિની ધરપકડ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પતિએ જ પત્નીને હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી અને હત્યા અંગે પ્રાથમિક તપાસ કરતા ઘરકંકાસ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પતિએ જ પત્નીને હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી અને હત્યા અંગે પ્રાથમિક તપાસ કરતા ઘરકંકાસ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે.
પોલીસ ગિરફ્તમાં ઉભેલા આરોપી પર તેની જ પત્ની ની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી જાવેદ મિયાં અંદાજિત ત્રીસેક વર્ષની ઉંમર નો છે અને છેલ્લા પાંચેક વર્ષથી અમદાવાદમાં પરિવાર સાથે દાણીલીમડા વિસ્તારમાં રહે છે. જોકે 21 જુલાઈની મોડી સાંજે પતિ-પત્ની વચ્ચે થોડો ખટરાગ થતાં જાવેદ પત્નીના ગળાના ભાગે ચપ્પા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી.
આ પણ વાંચો:- ફી મુદ્દે સરકારના આદેશ બાદ શાળા સંચાલકોમાં નારાજગી, ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી વાત
જોકે આ બનાવ બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.....પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હત્યારા પતિએ કબૂલ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઘર કંકાસ પણ ચાલતો હતો અને કંકાસ ને પગલે આરોપી જાવેદે ઉશ્કેરાઈ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી.
આ પણ વાંચો:- અમદાવાદ: 7 માસની જન્મેલી બાળકીને 53 દિવસની સારવાર બાદ મળ્યું જીવનદાન
એટલું જ નહીં પણ જાવેદને એવું પણ લાગતું કે તેની પત્ની તેના માટે કોઈ તંત્ર વિદ્યા કરી રહી છે જે શંકા થી આરોપી જાવેદ સતત પીડાયા કરતો. દેખીતી રીતે સ્વસ્થ દેખાતો આરોપી જાવેદ ઘર કંકાસ ના પગલે ચિંતિત દેખાઈ રહ્યો છે. પરંતુ ચાર બાળકોનો પિતા જાવેદના આ પગલાંથી બાળકો હવે તેની માતા વગર નોંધારા થઈ ગયા અને હત્યા કેસમાં પોતાને જેલવાસ ભોગવવાનો સમય આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube