ફી મુદ્દે સરકારના આદેશ બાદ શાળા સંચાલકોમાં નારાજગી, ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી વાત
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે, હાલ શાળાઓ બંધ હોઈ અને શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલી શકાશે નહિ. ફી મુદ્દે સરકારના આદેશ બાદ સ્વનિર્ભર શાળાઓ અને વિવિધ મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલથી (ગુરૂવાર) ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ
ફી મામલે ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર તરફથી વાલીઓને ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે, હાલ શાળાઓ બંધ હોઈ શાળાઓ દ્વારા ઇત્તર પ્રવૃત્તિઓ માટે નિયત કરાયેલી ફી શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી વસુલી શકાશે નહિ.
આ પણ વાંચો:- સરકાર અમારી વાત નહીં સાંભળે તો ડિજિટલ પ્લેટફોર્મ પર આંદોલન કરવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા
જો કોઈ વાલીએ ઇત્તર પ્રવૃત્તિની ફી ભરી દીધી હોય તો શાળા નિયમિત શરૂ થાય એટલે પરત લેવાની થતી ફીની રકમ શાળાએ વાલીને સરભર કરીને આપવાની રહેશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે, જે સેવાઓ શાળા આપતી નથી તેની ફી વસુલી શકાશે નહિ. કોરોનાની કપરી પરિસ્થિતિમાં વાલીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓએ તેમને મદદ કરવી જોઈએ. ત્યારે ફી મુદ્દે સરકારના આદેશ બાદ સ્વનિર્ભર શાળાઓ અને વિવિધ મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્વનિર્ભર શાળાઓ અને વિવિધ મંડળો દ્વારા આવતીકાલથી (ગુરૂવાર) ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. જો કે, કેટલાક મંડળ હાલ અંતિમ નિર્ણય પર પહોંચ્યા નથી. કેટલીક સ્વનિર્ભર સ્કૂલ અને મંડળો દ્વારા એકમ કસોટીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. ઓનલાઇન શિક્ષણ બંધ કરશે અને એકમ કસોટી પણ નહીં લેવા માટે વિચારણા કરાઇ રહી છે. ત્યારે સ્વનિર્ભર શાળાના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ફી ના ઉઘરાવીએ તો શિક્ષકોને પગાર અને અન્ય સામાન્ય ખર્ચ ક્યાંથી કાઢવાના.
શાળા સંચાલકો દ્વારા સ્કૂલ ચાલુ નહીં થયા ત્યાં સુધી ફી નહીં લઇ શકાય તે પ્રકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે કે જેઓએ ગુજરાત શાળા સંચાલકોને પત્ર લખી પોતાનો વ્યક્તિગત મત જાહેર કર્યો છે. જો શાળા સંચાલકો દ્વારા ફી ન લઇ શકાતી હોય તો શાળાઓ બંધ કરીને શિક્ષકો અને સ્ટાફને છૂટા કરી દેવા જોઇએ.
આ પણ વાંચો:- GTUએ પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી, 23 જુલાઈ સુધી વિદ્યાર્થીએ વિકલ્પ પસંદ કરવાનો રહેશે
તો બીજી તરફ અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના પ્રમુખ નારણભાઇ પટેલ જાહેરાત કરી છે કે, આવતીકાલથી ધોરણ-1થી 12ની તમામ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરાશે. અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલી રાજ્યની તમામ શાળાઓને આદેશ કરાયો છે. ફી વગર શિક્ષકોનો પગાર કાઢવો અને ઓનલાઇન અભ્યાસ કરાવવું મુશ્કેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે