સૌરાષ્ટ્રની યુવતી પર ગેંગરેપ પહેલા આરોપીઓએ સેક્સ પાવર વધારવા માટે MD ડ્રગ્સનો ડોઝ લીધો હતો
- આરોપીઓએ યુવતીને કહ્યું હતું કે, તે લોકો ખૂબ જ ધનવાન લોકોને ઓળખે છે અને યુવતીનું ભવિષ્ય બનાવી દેશે. આ યુવકો યુવતીને અલગ અલગ 5 સ્ટાર હોટેલ અને આરોપીના ફ્લેટમાં ગેંગ રેપ કરતા હોવાનું સામે આવ્યું
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં 5 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટ હાઉસમાં નોકરી આપવાની લાલચ આપી અને તેનું ભવિષ્ય બનવાનું સપનુ બતાવ્યું હતું. ત્યારે હવે આ આરોપીઓ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ (gangrape) કર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. ત્યારે ગેંગરેપ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે.
આ પણ વાંચો : સેક્સ લાઈફ વિશે પહેલીવાર ખૂલીને બોલ્યા કરણ જોહર, કહ્યું-હું બોલીશ તો કદાચ જેલ જવુ પડશે
અમદાવાદના યુવકોએ રાજકોટની એક યુવતીની જિંદગી બનાવવાનું કહી તેની જિંદગી બરબાદ કરી નાંખી છે. તમામ શખ્સોએ સાથે મળીને યુવતી સાથે અવારનવાર ગેંગ રેપ કર્યો અને એ પણ નશીલી વસ્તુઓનું સેવન કરીને યુવતીને વારંવાર રાજસ્થાન લઈ જતા હતા. ત્યાં પણ તેની સાથે ગેંગરેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, યુવતી ગત ઓગસ્ટ મહિનામાં આરોપી માલદેવના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ આરોપી માલદેવે પોતાના મિત્ર જીતેન્દ્ર ગોસ્વામી અને પ્રજ્ઞેશ પટેલ સાથે મિત્રતા કરાવી હતી..આરોપીઓએ યુવતીને કહ્યું હતું કે, તે લોકો ખૂબ જ ધનવાન લોકોને ઓળખે છે અને યુવતીનું ભવિષ્ય બનાવી દેશે. આ યુવકો યુવતીને અલગ અલગ 5 સ્ટાર હોટેલ અને આરોપીના ફ્લેટમાં ગેંગ રેપ કરતા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે અને મુખ્ય આરોપી પજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી હાલમાં જ સોલા પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીના ગુનામાં જેલમાં છે અને માલદેવ ભરવાડ પણ સરખેજના એક ગુનામાં હાલમાં જામીન ઉપર બહાર આવ્યો છે.
આ પણ વાંચો : ‘અદાણીને અમદાવાદ એરપોર્ટ સોંપતા પહેલા બાકી રહેતો કરોડોનો ટેક્સ ભરો...’ AMCની નોટિસ
ઉલ્લેખનીય છે કે, હાલ ક્રાઈમ બ્રાન્ચ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં મુખ્ય આરોપીઓની જેલમાંથી કસ્ટડી મેળવી લેશે. સાથે જ આ ગુનામાં સામેલ અન્ય 2 આરોપી જૈમીન પટેલ અને નીલમ પટેલનો શું રોલ છે તેની પણ તપાસ કરી રહી છે.