ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી તેના પર ન્યૂડ ફોટો મંગાવ્યા બાદ બ્લેકમેલ કરતો આરોપી ઝબ્બે
ફેસબુકમાં યુવતિના નામે ફેક પ્રોફાઈલ બનાવી વાતચીત કરી ફરિયાદીના વાંધાજનક ફોટો મેળવી બ્લેક મેઈલ કરતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. નોંધનીય છે કે આરોપીએ વર્ષ 2011થી અત્યાર સુધી 46 હજારથી વધુ રુપિયા પડાવી લીધા છે. આરોપી મોબાઈલમાં તીન પત્તી રમવા માટે ગેમ ચીપ્સ માટે આવુ કરતો હોવાનુ સામે આવ્યુ છે.
મૌલિક ધામેચા/ અમદાવાદ: ફેસબુકમાં યુવતિના નામે ફેક પ્રોફાઈલ બનાવી વાતચીત કરી ફરિયાદીના વાંધાજનક ફોટો મેળવી બ્લેક મેઈલ કરતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. નોંધનીય છે કે આરોપીએ વર્ષ 2011થી અત્યાર સુધી 46 હજારથી વધુ રુપિયા પડાવી લીધા છે. આરોપી મોબાઈલમાં તીન પત્તી રમવા માટે ગેમ ચીપ્સ માટે આવુ કરતો હોવાનુ સામે આવ્યુ છે.
ગુજરાત: 18 વર્ષ સુધીનાં બાળકોનાં ચકાસણીનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા
પોલીસ ગિરફતમાં ઉભેલો આ શખ્સ છે મોહંમદ રમીઝ મનસુરી. આરોપી એમ આર તરીકે પહેલા કામ કરતો હતો અને ડીપ્લોમા ઈન ફાર્માસીનો અભ્યાસ કરેલો છે. આરોપી સામે આરોપ છે કે તેને ફેસબુકમાં શ્રેયા પટેલ નામના ખોટા પ્રોફાઈલ બનાવી ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ ફરિયાદી સાથે ભિભત્સ વાતો કરી તેની પાસેથી તેના ન્યુડ ફોટો મંગાવી લીધા હતા અને ત્યાર બાદ તેને બ્લેક મેઈલ કરવા લાગ્યો હતો. નોંધનીય છે કે ફરિયાદીએ પણ પહેલા સંજય શાહ નામથી ખોટા પ્રોફાઈલ બનાવી વાત કરતો હતો. પરંતુ તે બ્લેક મેઈલ થવા લાગ્યો અને તેને આ એકાઉન્ટ બંધ કરી પોતાના નામે અસલી પ્રોફાઈલ બનાવી હતી. અને આરોપીને જાણ થતા તે અલગ-અલગ મહિલાઓ ના નામના આઈડી બનાવી બ્લેક મેઈલ કરવાનુ ચાલુ રાખ્યુ હતું.
નઘરોળ તંત્રને જગાડવા ખેડૂતે કરી આત્મહત્યાની અરજી, ગેલેક્ષી ગ્રુપ ખાઇ ગયું કરોડો રૂપિયા
વાંત કંઈ એમ છે કે આરોપી પાસે ફરિયાદીના ન્યુડ ફોટો આવી ગયા હતા જેથી તેને ફરિયાદીને ધમકી આપતો હતો કે આ ફોટો તે વાયરલ કરી દેશે.અને તેના પરિવારને પણ મોકલી આપશે. તેમ કહી કહી 2011થી અત્યાર સુધી બેંક એકાઉન્ટ,વોલેટ,ગુગલ પ્લે વાઉચર.ગેમ્સની ચિપ્સ પેટે 46000 થી વધુ રકમ પડાવી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી તીનપત્તી નામની મોબાઈલ ગેમ રમવાનો શોખ રાખે છે અને રમવા માટે પોતે અલગ-અલગ ફેક આઈડીઓ બનાવતો હતો અને તે આઈડીઓથી તીનપત્તી રમતો હતો અને ત્યારે ફરિયાદી સાથે ફેસબુકમાં મિત્રતા થઈ હતી. આરોપીએ આ સિવાય અન્ય કોઈ સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે કે કેમ અને આની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube