ગુજરાત: 18 વર્ષ સુધીનાં બાળકોનાં ચકાસણીનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા

રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ઝીરો થી ૧૮ વર્ષના બાળકોની ચકાસણી દરમ્યાન ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. ૭૦૦ બાળકો કેન્સર જેવી ભયંકર બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું. જ્યારે ગુટકા તમાકુ ને કારણે ૧૨ લાખથી વધુ બાળકો દાંતની બીમારીનો ભોગ બન્યા હોવાની વાત પણ સામે આવી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી તપાસ ના અત્યાર સુધીના આંકડા આપતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
ગુજરાત: 18 વર્ષ સુધીનાં બાળકોનાં ચકાસણીનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા

હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ઝીરો થી ૧૮ વર્ષના બાળકોની ચકાસણી દરમ્યાન ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. ૭૦૦ બાળકો કેન્સર જેવી ભયંકર બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું. જ્યારે ગુટકા તમાકુ ને કારણે ૧૨ લાખથી વધુ બાળકો દાંતની બીમારીનો ભોગ બન્યા હોવાની વાત પણ સામે આવી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી તપાસ ના અત્યાર સુધીના આંકડા આપતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

નઘરોળ તંત્રને જગાડવા ખેડૂતે કરી આત્મહત્યાની અરજી, ગેલેક્ષી ગ્રુપ ખાઇ ગયું કરોડો રૂપિયા
રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ઝીરો થી 18 વર્ષ સુધીના બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવે છે જેમાં શાળામાં જતા હોય કે ન જતા હોય એ તમામ બાળકોને તપાસવામાં આવી રહ્યા છે.શાળા આરોગ્ય કાર્યક્રમ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે અત્યાર સુધી જ તપાસ એલા બાળકોમાંથી આરોગ્ય વિભાગની સામે આવેલા તથ્યો નીચે પ્રમાણે છે.

આ યુવતી ગરીબ બાળકો માટે કરશે સતત 24 કલાક સુધી પેઇન્ટિંગ કરી બનાવશે રેકોર્ડ
ચોંકાવનારા તથ્યો સામે આવ્યા...
* શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ મામલો
* 0 થી 18 વર્ષ નાં બાળકો ની તપાસ કરવામાં આવી
* એપ્રિલથી નવેમ્બર સુધીના ડેટા થયા જાહેર
* હાર્ડનાં જન્મ સાથે નાં રોગો 6800
* આખોની ગંભીર બિમારી 148 
* બાળકો 12 લાખ કરતાં વધું બાળકો ને દાંત સંબંધી બીમારીઓ જોવા મળી
* ખેંચનાં દર્દી બાળકો 32 હજાર કરતા વધું 
* અનુમાન છે કે 1000 જેટલા કિડની ને લગતા રોગો ધરાવતાં બાળકો હશે
* 700 જેટલા બાળકો કેન્સર નાં દર્દીઓ હોવાની શક્યતા છે
* જેની આગળ વધું તપાસ કરવામાં આવશે 
* 40 લાખ કરતાં વધું બાળકોની તપાસ કરવામાં આવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news