અક્ષરધામ પર હુમલો કરનાર આરોપીનો ખુલાસો, તેનો ભાઇ પણ હતો આતંકી
અક્ષરધામ પર હુમલાનો મુખ્ય આરોપી યાસીન ભાટ અનંતનાગથી પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પોલીસે કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ઉદય રંજન/અમદાવાદ: અક્ષરધામ પર હુમલાનો મુખ્ય આરોપી યાસીન ભાટ અનંતનાગથી પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પોલીસે કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.
યાસીન ભાટના પરિવારને લઈને વિગતો આવે સામે યાસીન ભાટ સહીત ચાર ભાઇઓ છે. જેમાં ખુર્શીદ અને મુસ્તાક અને જાવેદનો પણ સમાવેશ થાય છે. જેમાં યાસીનનો ભાઈ મુસ્તાક ભાટની માહિતી સામેં આવી છે. આતંકી યાસીનનો ભાઈ મુસ્તાક પણ આતંકી હોવાનું ફલિત થયું છે.
ગીર ગાયોનો વ્યાપ વધે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાઇ તંદુરસ્તીની હરિફાઇ
LIVE TV :
મુસ્તાકે વર્ષ 2003માં પરિવાર છોડ્યો હતો અને ત્યાર બાદ કાશ્મીર મિલિટન્ટ ગ્રુપ સાથે જોડાયો હતો. મુસ્તાક કાશમીરના મિલિટન ગ્રુપમાં મહત્વ હોદ્દા પર હતો. વર્ષ 2006માં મુસ્તાક ભાટનો મૃતદેહ પાકિસ્તાન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આતંકી મુસ્તાક ભાટ સેનાની મુઠભેડમાં માર્યો ગયો હતો.