એસિડ એટેકઃ સવા મહિના પહેલા તલાક આપેલી પત્ની પર પૂર્વ પતિનો હિચકારો હુમલો
સુરતઃ શહેરના ભાઠેના વિસ્તારમાં રહેતી એક મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો. શરીરના અનેક ભાગ પર ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પર પૂર્વ પતિના આવા હિચકારા હુમલાનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે હુમલો કરનારા પૂર્વ પતિ અને તેમાં સાથ આપનારા તેના મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષના લગ્નજીવન પછી તલાક
સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં ગરીબનવાઝ મસ્જિદ પાસે રહેતી મહિલા પર તેના પૂર્વ પતિ નાઝીમ સલીમ શેખ (રહે.અકબર સઈદનો ટેકરો) દ્વારા શુક્રવારે સાંજના સુમારે એસિડ વડે હુમલો કરાયો હતો. મહિલા પોતાના ઘરમાં કામ કરતી હતી એ સમયે સાંજે લગભગ પોણાં પાચ વાગ્યાની આસપાસ પૂર્વ પતિ અચાનક જ ઘરમાં ઘુસી આવ્યો હતો અને મહિલા પર એસિડ છાંટીને ભાગી ગયો હતો.
કોંગ્રેસના શાસકોને નબળા ચિતરતા પુસ્તકને પરત ખેંચવા ગુજરાત કોંગ્રેસની માગ
બંનેના લગ્નજીવનને બે વર્ષનો સમય થયો હતો. બે વર્ષના લગ્નજીવનમાં હાલ તેમને એક ચાર માસની બાળકી પણ છે. પતિ પત્નીના ચારિત્ર્ય પર સતત શંકા રાખતો હતો, જેના કારણે હજુ ગયા મહિને 12 ઓક્ટોબરના રોજ બંનેએ તલાક લીધા હતા. તલાક થયાના માત્ર સવા મહિનામાં જ કોઈ અજાણ્યા કારણસર પૂર્વ પતિએ ઘરમાં ઘુસી જઈને મહિલા પર એસિડ વડે હુમલો કર્યો હતો.
ડ્રગ્સની ચુંગાલમાં વડોદરાઃ 6 ડ્રગ ડીલર અને 56 ડ્રગ્સ બંધાણી ઝડપાયા
આ હુમલામાં મહિલા પીઠ, છાતી, મોઢા અને હાથ-પગના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેના પરિવારના સભ્યો મહિલાને તાત્કાલિક 108માં નવી સિવિલ લઈ ગયા હતા. મહિલાના પરિજનોએ જણાવ્યું હતું કે, લગ્ન જીવન દરમિયાન પણ પતિ નદ્દીમ સલીમ શેખ અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરવાની સાથે સાથે એસિડ એટેકની ધમકી આપતો હતો. આ અંગે જે-તે સમયે પરિણીતાએ પોલીસમાં અરજી પણ આપી હતી.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube