કોંગ્રેસના શાસકોને નબળા ચિતરતા પુસ્તકને પરત ખેંચવા ગુજરાત કોંગ્રેસની માગ
ગુજરાત કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે જણાવ્યું કે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના કોંગ્રેસના શાસનમાં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ માટે સંશોધન અને સસ્તા પુસ્તક અપાવવાનો હતો. જોકે આજે ભાજપના શાસકો દ્વારા બોર્ડનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ તાજેતરમાં જ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત 'ગુજરાતની રાજકીય ગાથા' નામના પુસ્તકમાં રાજ્યમાં કોંગ્રેસના શાસનને ઉતરતું ચિતરવામાં આવ્યું છે. આથી નારાજ થઈને ગુજરાત કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી છે કે જો આ પુસ્તક પરત ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ તેની સામે કોર્ટમાં જશે.
ગુજરાત કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે જણાવ્યું કે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના કોંગ્રેસના શાસનમાં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ માટે સંશોધન અને સસ્તા પુસ્તક અપાવવાનો હતો. જોકે આજે ભાજપના શાસકો દ્વારા બોર્ડનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રચાર-પ્રસાર કરવા બોર્ડનો ઉપયોગ કરે છે. બોર્ડના ઉપાધ્યક્ષ ભાવના દવે દ્વારા સંપાદિત અને બોર્ડ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં તોડી મરોડી ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, પુસ્તકમાં ભાજપના નબળા શાસકોને સબળા તો તેની સામે કોંગ્રેસના સશકોને નબળા બતવવાનો પ્રયાસ કરાયો છે. કોર્ટના ચુકાદા અને ઇતિહાસને તોડી મરોડી રજુ કરાયા, આથી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સંપાદકે જે વિષયો કોર્ટના ચુકાદાઓ આધારિત છે, તેમાં પણ પોતાની માનઘડંત વાતો રજુ કરી છે. પુસ્તકનું લખાણ વસ્તવિકતાથી વિરુદ્ધ છે.
અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, આ બોર્ડ પ્રજાના પૈસાથી ચાલે છે. ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાની રક્ષા માટે કોંગ્રેસ કાયદાકીય પગલાં લેશે. આ પુસ્તક પરત ખેંચવા માટે કોંગ્રેસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ સામે આક્રમક કાર્યક્રમ આપશે. તેમણે ગર્ભીચ ચિમકી આપતા કહેયું કે, ભાવનાબેન પ્રજાના પૈસે ચાલતા બોર્ડને ભાજપની ભાટાઈ કરવાનું સાધન ન બનાવે.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે