ગુજરાતમાં એસિડ એટેક ! નિંદ્રાધીન મહિલા પર એસિડ એટેક થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
શહેરમાં વધુ એક એસિડ એટેકની ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડામાં પતિએ અડધી રાતે પત્ની પર એસિડ ફેકતા પત્ની અને ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે. એસિડ ફેંક્યા બાદ લોકો જાગી જતાં પતિ ફરાર થઈ ગયો છે. પતિ પત્ની વચ્ચેનાં ઘરેલુ હિંસાના બનાવો ક્યારેક એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જે સ્વપ્ને પણ વિચાર્યું ના હોય. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. 30 વર્ષના લગ્નજીવન બાદ પતિ અને પત્ની વચ્ચે વધી રહેલા ઝઘડાની અદાવત રાખીને પતિએ અડધી રાતે નિંદર માણી રહેલા પત્ની પર જ્વલનશીલ એસિડ જેવી પદાર્થ નાંખી ને પલાયન થઈ ગયો છે.
જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરમાં વધુ એક એસિડ એટેકની ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડામાં પતિએ અડધી રાતે પત્ની પર એસિડ ફેકતા પત્ની અને ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે. એસિડ ફેંક્યા બાદ લોકો જાગી જતાં પતિ ફરાર થઈ ગયો છે. પતિ પત્ની વચ્ચેનાં ઘરેલુ હિંસાના બનાવો ક્યારેક એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જે સ્વપ્ને પણ વિચાર્યું ના હોય. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. 30 વર્ષના લગ્નજીવન બાદ પતિ અને પત્ની વચ્ચે વધી રહેલા ઝઘડાની અદાવત રાખીને પતિએ અડધી રાતે નિંદર માણી રહેલા પત્ની પર જ્વલનશીલ એસિડ જેવી પદાર્થ નાંખી ને પલાયન થઈ ગયો છે.
EXCLUSIVE VIDEO: વડોદરામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ફેંકાયું ચપ્પલ
લગ્નજીવન દરમિયાન આ દંપતીને પાંચ સંતાન પણ છે... જોકે ફરિયાદી નો આરોપ છે કે છેલ્લા કેટલાક સમયથી તેના પિતા તેની માધાપર શંકા-કુશંકા કરીને તેની સાથે ઝઘડો કરતા હતા. બંન્ને વચ્ચે વારંવાર માથાકુટ થતી જે ઝગડાઓમાં પરિણમતી માર પણ મારતા હતા. વારંવાર થતાં ઝઘડાના કારણે તેઓને ક્યાંક એવો ડર સતાવી રહ્યો હતો કે, મકાન માલિક તેઓને ભાડે રાખેલ મકાન ખાલી કરાવી દેશે. એટલે છેલ્લા એકાદ મહિનાથી ફરિયાદીની માતા તેના પિતાને ઘરમાં આવવા દેતા ન હતા. ક્યારેક આવે તો તેઓ જમીને જતા રહેતા હતા પરંતુ આ દરમિયાન પણ ઝઘડો કરતા હતા. બનાવના દિવસે જ્યારે ફરિયાદીની માતા અને તેનો ભાઈ બહાર ગયા હતા તે દરમિયાન તેના પિતાએ ત્યાં તેની માતાને પકડીને માર માર્યો હતો. ત્યારબાદ સમજાવીને કરેલા હતા ઘરે પણ ઝઘડો કરતા પોલીસને જાણ કરી હતી. પરંતુ અંતે દરેક વખતની જેમ નરમ વલણ દાખવીને તેઓએ સમાધાન કર્યું હતું. બાદમાં આરોપી ત્યાંથી નીકળી ગયો હતો.
Gujarat Corona Update: રાજ્યમાં કોરોના પડ્યો ઘૂંટણીયે, માત્ર 908 કેસ, 3નાં જ મોત
જોકે નવરાત્રી ચાલતી હોવાથી ફરિયાદી ગરબા રમે મોડી રાત્રે દેવના ઘરે સૂતા હતા તે દરમિયાન લગભગ ત્રણ વાગ્યાની આસપાસ અચાનક જ તેમના મમ્મીએ બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન બાજુમાં સૂતેલા ફરિયાદીએ જોતા જ જાણવા મળ્યું કે તેમના ચહેરા પર કોઇ જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો છે. બારી તરફ નજર કરતા તેઓના પિતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બુમાબુમ થતાં તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ફરિયાદી અને તેમના ભાઈઓને પણ સામાન્ય ઇજા પહોંચી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube