સુરત : મજુરા ગેટ ફાયર સ્ટેશ વિસ્તારમાં દબાણ હટાવવા માટે ગયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર એસિડ એટેક થતા ચકચાર મચી ગઇ હતી. જો કે એસિડ ખુબ જ સામાન્ય હોવાથી કોઇ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી નહોતી. આ મુદ્દે પાલિકાની ટીમ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : પુત્રએ પિતા પર કર્યો હિચકારો હુમલો, કહ્યું હજી વચ્ચે આવીશ તો ટાંટિયા ભાંગી નાખીશ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉમીયા નગર સોસાયટીનાં નજીક નાનક હોસ્પિટલની ગલીમાં આરતી ટ્રેડર્સ નામની એક દુકાન આવેલી છે. જેને દબાણ કરતા 7થી વધારે વખત પાલિકામાં અરજી હતી. સોસાયટીમાં જે દુકાનો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું તેની સામે કાર્યવાહી કરવા માટે આજે પાલિકાની ટીમ પહોંચી હતી. જ્યાં આરતી ટ્રેડર્સનાં માલિક પ્રકાશ અરોરા સાથે પાલિકાની ટીમની બોલાચાલી થઇ હતી. 


ડભોઇ: વઢવાણા તળાવ સાવ સૂકાઈ જતા 27 ગામના ખેડૂતો ચિંતાતુર, સરકાર પાસે કરી આ માગણી

ઉશ્કેરાયેલા પ્રકાશ અરોરાએ પાલિકાના કર્મચારીઓ પર એસિડ ફેંક્યું હતું. આ બનામાં 5થી 6 કર્મચારીઓ પર એસિડ પડ્યું હતું. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. જો કે એસિડ એટલું ઘાતક નહી હોવાનાં કારણે કોઇને મોટી ઇજા થઇ નહોતી. આ મામલે તત્કાલ પાલિકાના કર્મચારીઓ દ્વારા ખટોદરા પોલીસને જાણ કરાઇ હતી. જેથી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube