ડભોઇ: વઢવાણા તળાવ સાવ સૂકાઈ જતા 27 ગામના ખેડૂતો ચિંતાતુર, સરકાર પાસે કરી આ માગણી

હાલ ઉનાળાનો મધ્યાન શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરાના ડભોઇનું વઢવાણા તળાવ સૂકુ ભટ બની ગયું છે જેની સીધી અસર તાલુકાના 27 ગામના ખેડૂતોને તેમજ પક્ષીઓ સહિત પશુપાલનને થવા પામી છે.  ત્યારે સરકાર દ્વારા વહેલી તકે આ તળાવને ફરી પાછું ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.

ડભોઇ: વઢવાણા તળાવ સાવ સૂકાઈ જતા 27 ગામના ખેડૂતો ચિંતાતુર, સરકાર પાસે કરી આ માગણી

ચિરાગ જોષી, ડભોઇ: હાલ ઉનાળાનો મધ્યાન શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરાના ડભોઇનું વઢવાણા તળાવ સૂકુ ભટ બની ગયું છે જેની સીધી અસર તાલુકાના 27 ગામના ખેડૂતોને તેમજ પક્ષીઓ સહિત પશુપાલનને થવા પામી છે.  ત્યારે સરકાર દ્વારા વહેલી તકે આ તળાવને ફરી પાછું ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.

ગત વર્ષે ચોમાસું સારું રહ્યું હતું વધુ વરસાદ થવાથી ગુજરાતના તમામ ડેમ,તળાવો ભરાઈ ગયા હતા જેને લઇ ખેડૂતો પક્ષીઓ તેમજ પશુપાલકો ખુશખુશાલ જોવા મળતા હતા.  પરંતુ હાલ ઉનાળાના મધ્યાહનમાં જ ગુજરાતના મોટાભાગના તળાવો સુકાભઠ્ઠ બની ગયા છે, ત્યારે વડોદરાના ડભોઇનું ગાયકવાડી સરકારની દેન ગણાતા એવા વઢવાણાનું સિંચાઈ તળાવ પણ સૂકું ભટ થતા ડભોઇ તાલુકાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણકે છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી માટે વઢવાણાની આજુબાજુના 27 ગામના ખેડૂતો આ તળાવનું પાણી નો ઉપયોગ કરી પોતાના પાકનું વાવેતર કરે છે ત્યારે હાલ કયા પ્રકારનો પાક કરવો જેથી કેટલીક મુશ્કેલીઓ હાલ ખેડૂતોને સતાવી રહી છે. 

આ ગાયકવાડી શાસનના તળાવની જો વાત કરવામાં આવે તો વીસ કિલોમીટરથી પણ વધારે આ તળાવનો વિસ્તાર છે અને વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જીલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન આ તળાવની ગણતરી થાય છે. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે રાજકોટમાં જે પ્રકારની સૌની યોજના હેઠળ જળાશયો અને ચેકડેમો જે ભરવામાં આવ્યા છે તે જ રીતે વઢવાણા સિંચાઈ તળાવને ફરી પાછું જીવિત કરવા માટે સરકાર સમયે આજીજી કરી રહ્યા છે.

એટલું જ નહીં આ વઢવાણા સિંચાઈ તળાવ ખેડૂતો સાથે સાથે પક્ષીઓ અને પશુપાલનની પણ આજીવિકા છે કારણકે શિયાળાની શરૂઆતમાં જ દેશ-વિદેશથી પક્ષીઓ આ તળાવમાં વિહરતા જોવા મળે છે. જેથી પક્ષી પ્રેમીઓ ની પણ ડભોઈ તાલુકામાં માંગ ઉઠવા પામી છે કે આ વડવાના સિંચાઈ તળાવને વહેલી તકે સરકાર નર્મદા ડેમનું પાણી આ તળાવમાં ભરવામાં આવે જેથી ખેડૂતો સહિત પક્ષીઓ અને પશુપાલનના વ્યવસાય ધરાવતા લોકોને તેનો સીધો લાભ મળે. 

જુઓ LIVE TV

ગત ચોમાસામાં આ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણીની આવક વધારે હોવાથી ડભોઇ તાલુકાના 27 ગામના ખેડૂતોને વિશ્વાસ હતો કે આખું વર્ષ પાક માટે જેટલું પાણી જોઈતું હશે તેટલું પાણી આ તળાવ માંથી લઈ શકાશે પરંતુ હજી પણ ચોમાસાની ઋતુ ને એક મહિના જેટલી વાર છે ત્યારે ખેડૂતો કયો પાક લેવો તે માટે મૂંઝવણમાં મુકાયા છે.

વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકો એક એવો તાલુકો છે કે ડાંગરનું વાવેતર સૌથી વધારે કરે છે ત્યારે સરકાર દ્વારા વહેલી તકે આ તળાવને ભરવામાં આવે તો ડાંગરના દરૂ નાખવાનો સમય હાલ ચાલી રહ્યો હોવાથી તે પાણી ખેતીમાં કામ લાગી શકે એટલું જ નહીં આજુબાજુ ગામના પશુપાલકો પોતાના પશુઓને ન્હાવા ધોવા અને પાણી પીવા માટે વડવાળા સિંચાઈ તળાવ માં લાવે છે, ત્યારે પશુઓને હવે પાણી ક્યાં પીવડાવું તેવા સવાલો પણ તેઓના મનમાં ઉદભવતા પામ્યા છે. કારણકે જે તળાવમાં વર્ષો સુધી પાણી સુકાતું નથી એ તળાવ આજે સાવ સૂકું ભટ બન્યું છે. જેથી સત્વરે સરકાર આ ત્રણેય વર્ગો બાજુ જુએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news