સુરત/ચેતન પટેલ : સુરત (Surat)ના ભાઠેના વિસ્તારમાં પુર્વ પતિ દ્વારા પત્ની પર એસિડ હુમલો (Acid attack) કરવાની ઘટનામાં સલાબતપુરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો છે. આરોપીએ પત્ની સાથે અણબનાવને કારણે એક મહિના પહેલાં જ તેને તલાક આપ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત પત્ની નવી સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા ગરીબ નવાજ મસ્જિદ નજીક રહેતી મહિલા પર તેના પૂર્વ પતિ નાઝીમ સલીમ શેખએ એસિડ વડે હુમલો કર્યો હતો. પૂર્વ પતિએ તેની પત્નીને તેનો સામાન લઇ જવા જણાવ્યું હતું અને આ દરમિયાન પતિએ ઘરમાં ઘુસીને તેણી પર એસિડથી હુમલો કર્યો હતો. લગ્નજીવનના બે વર્ષના સમય ગાળામાં દંપતિને એક ચાર માસની બાળકી હતી. પતિ સતત ચારિત્ર્યની શંકા રાખતો હોવાથી 12મી નવેમ્બરના રોજ તલાક થયા હતાં. સવા મહિનામાં જ પતિએ ગુસ્સામા આવી જઇ એસિડ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી છુટયો હતો. સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડી હતી. 


આ મહિલા હાથ, પગ અને મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી હતી. આ ઘટનામાં સલાબતપુરા પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube