એસીડ પીને આપઘાતનો પ્રયાસ, બચી જતા હોસ્પિટલમાંથી કુદીને જીવ આપી દીધો
સુરત મહાનગરપાલિકા સંચાલિક સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કરનારા બિલીમોરાના દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બપોરના સમયગાળા દરમિયાન આધેડ વોર્ડમાંથી બહાર નિકળીને ત્રીજા માળેથી કુદીને આપઘાત કરી લીધો હતો.
સુરત : સુરત મહાનગરપાલિકા સંચાલિક સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કરનારા બિલીમોરાના દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બપોરના સમયગાળા દરમિયાન આધેડ વોર્ડમાંથી બહાર નિકળીને ત્રીજા માળેથી કુદીને આપઘાત કરી લીધો હતો.
ચોમાસુ: ભાણવડમાં 2 અને પોરબંદરમાં 1 ઇંચ વરસાદ, જસદણ અને ગોંડલમાં ધોધમાર
આ ઘટના અંગે માહિતી મળતા પોલીસ દોડીઆવી હતી. ઇમરજન્સી વિભાગમાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ઘટના અંગે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર નવસારીનાં બીલીમોરા ખાતે રહેતા અને 42 વર્ષીય મોહનભાઇ રાજાભાઇ ખેતલીયાએ થોડા દિવસો અગાઉ એસિડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ઢબુડી માતા ઉર્ભે ધનજી ઓડે CORONA ના કહેર વચ્ચે ટોળા એકત્ર કર્યા, પોલીસે અટકાયત કરી
જો કે તત્કાલ હોસ્પિટલ પહોંચી જતા અને યોગ્ય સારવાર મળતા મોહનભાઇનો બચાવ થયો હતો. સ્મીમેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેમણે હોસ્પિટલમાંથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્રીજા માળેથી પટકાવાનાં કારણે તેમનું મોત નિપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર