અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા પણ કોરોના પહોંચી ચૂક્યો છે. આવામાં કોરોનાના બે પોઝિટિવ દર્દીઓને કોરોનાનું સંક્રમણ થતા અટકાવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. બનાસકાંઠામાં 2 પોઝિટિવ કોરોનાના કેસ (corona virus) મામલે જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પાલનપુરના ગઠામણ ગામના કોરોના પોઝિટિવ દર્દી સોમાભાઈ પરમારના સીધા કોન્ટેક્ટમાં 27 લોકો આવ્યા હતા. મીઠાવી ચારણ ગામના 5 વર્ષના કોરોના પોઝિટિવ બાળક માહિકના સીધા કોન્ટેકમાં 48 લોકો આવ્યા. આ બંન્ને સંક્રમિત લોકોના કોન્ટેક્ટમાં આવેલ લોકોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. 55 વર્ષના સોમાભાઈના કોન્ટેક્ટમાં આવેલ 6 લોકોને પાલનપુર કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. તેમજ 2 લોકોના સેમ્પલ લેવાયા છે. 5 વર્ષીય બાળક માહિકના કોન્ટેકમાં આવેલા 6 લોકોને ડીસા કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી બંને લોકોના સેમ્પલ લેવાયા.


દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાપી ગામે લોકડાઉનનો ભંગ કરનારા સામે કાર્યવાહી
બનાસકાંઠાના વડગામના છાપી ગામે જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. 30 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. તો 50 જેટલા વાહનો ડિટેઈન કરાયા છે. ડ્રોન કેમેરાથી પણ છાપી ગામ ઉપર નજર રાખવામાં આવી રહી છે.


33 વર્ષ બાદ રામાયણના એક સીનને જોઈને રડી પડ્યા વૃદ્ધ થયેલા ‘રાવણ’


સાબરકાંઠામાં 113નો રિપોર્ટ નેગિટિવ 
તો બીજી તરફ, સાબરકાંઠા જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 145 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા છે. જેમાંથી 113 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 31 વ્યક્તિઓના સેમ્પલનું પરિણામ હજુ પેન્ડિંગ છે. અગાઉ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સેનેટાઇઝર કરવાની કામગીરી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે. જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 200 બેડ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લા આરોગ્ય વિભાગની અલગ અલગ 80 ટીમો દ્વારા શહેરના 11 કોન્ટેનમેન્ટ એરિયામાં 42375 વ્યક્તિઓનો સરવે કરવામાં આવ્યો હતો. 


ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર