મૌલિક ધામેચા/ અમદાવાદ: સબ સલામતના દાવા કરતી ગુજરાત સરકારના રાજમાં યુવતીઓ તો ઠીક બાળકીઓ પણ સુરક્ષીત નથી. તેવામા વધુ એક ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 50 વર્ષના આધેડે 9 વર્ષની સગીરાની છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક સવાર યુવક જોઈ જતા બાળકીને છોડાવવામાં આવી જે અંગે વાડજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથ: પતિ-પત્ની વાડીમાં એકલા હતા ત્યારે અચાનક એવું થયું કે...


વાડજ પોલીસની કસ્ટડીમા બુરખામાં મો છુપાવીને આરોપીનું નામ દિનેશ દંતાણી છે. આરોપીએ કરેલુ કૃત્ય એટલુ ખરાબ છે કે, કદાચ તે પોતાનુ મો આખી જિંદગી છુપાવીને સમાજ વચ્ચે ચાલવું પડશે. કેમ કે આરોપી દિનેશે 9 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી શારીરિક છેડતી કરી હતી. બનાવની વાત કરીએ તો 20 ફેબ્રુઆરીના રોજ વાડજની એમપીની ચાલી પાસે આવેલી મ્યુનિસિપલ સ્કુલમાં અભ્યાસ કરતી 9 વર્ષની સગીરા શાળા છુટ્યા બાદ પોતાના નાના-નાનીના ઘરે જઈ રહી હતી. તે સમયે આરોપી એક્ટિવા લઈને આવ્યો અને બાળકીને ઘરે મુકી જવાના બહાને રિવરફ્રન્ટમાં સ્મશાન ગૃહ પાસે લઈ જઈ શારીરીક છેડતી કરી. જોકે બાળકી રડવા લાગતા બે બાઈક સવાર યુવકો જોઈ ગયા અને બાળકીને નરાધમના હાથે બચાવી પરિવાર સુધી પહોંચાડી હતી.


બોટાદ સાળંગપુર હાઇવે પર ગંભીર અકસ્માતમાં 3નાં મોત 6 લોકો ઘાયલ


20 ફેબ્રુઆરીએ બનેલા બનાવ બાદ આરોપીએ ફરિયાદીના પરિવારને ફરિયાદ ન કરવા માટે સમજાવટ કરવામાં આવી, પરંતુ આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસે આરોપી દિનેશ દંતાણીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી. જોકે આરોપીની પ્રાથમિક  પુછપરછ દરમ્યાન  સામે આવ્યુ કે, આરોપી 5 દિકરીનો પિતા છે. પરંતુ હવસમાં અંધ બની તેણે આ કૃત્ય કર્યુ હતુ. માટે પોલીસે નરાધમના પરિવાર અને બાળકીઓની તથા પાડોશીઓની પુછપરછ હાથ ધરી છે. જેથી જો કોઈ અન્ય નરાધમનો શિકાર બની હોય તો સખત કાર્યવાહી થઈ શકે.


સરકારે દળી દળીને ઘંટીમાં ભર્યું? વીમા કંપનીઓને કરોડો ચુકવ્યા, ખેડૂતોને મળ્યો ઠેંગો


દિવસે ને દિવસે જે રિતે સગીરા અને યુવતીઓ પર દુષ્કર્મ અને શારીરિક છેડતીની ફરિયાદો વધી રહી છે. તેને જોતા એક વાત સ્પષ્ટ છે કે, નરાધમોને કાયદાનો ડર નથી રહ્યો. છેડતી અને બળાત્કારની ઘટના અટકાવવા માટે પોક્સો એક્ટનો ઉમેરો કરવામાં આવ્યો તેમ છતાં આવી ઘટનાઓ અટકતી નથી. ત્યારે હવે આવા નરાધમોને કડક સજા કરી કોર્ટ સમાજમાં દાખલા બેસાડે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube