ઝી બ્યુરો/અમદાવાદ: ફરી એકવાર એક્ટ્રેસ પાયલ રોહતગી ચર્ચામાં આવી છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગીના કેસના વિવાદનું ભૂત ફરી ધૂણ્યું છે. વિવાદિત અભિનેત્રી પાયલ રોહતગી સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ કરવા કોર્ટના શરણે પહોંચી છે. પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી પણ માંગી છે. સમગ્ર કેસમાંથી રાહત તેમજ કેસ રદ્દ કરવા કોર્ટ સમક્ષ અભિનેત્રી પાયલ રોહતગીએ આંસુ પણ સાર્યા છે. પરંતુ FIR રદ્દ કરવી કે નહિ તે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ જિલ્લામાં 5 નવીન નર્સિંગ કૉલેજને કેન્દ્રની મંજૂરી, 500 બેઠકોનો થશે વધારો


પાયલ રોહતગીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 2 હાથ જોડી બિનશરતી માફી માંગવા પણ તૈયારી દર્શાવી છે. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સોગંદનામુ કરવા આદેશ કર્યો છે. હવે વિવાદિત અભિનેત્રી પાયલ રોહતગીનાં કેસના વિવાદ મામલે 29 એપ્રિલે વધુ સુનવણી હાથ ધરાશે. 


ગુજરાતમાં અચાનક કેમ વધી ગયું કફ સીરપનું વેચાણ, આ હકીકત જાણી લાગશે 440 વોટનો ઝાટકો!


શું છે સમગ્ર કેસ?
અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi) સામે ફરિયાદ નોંધાઈ હતી. સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામના તબીબે એક્ટ્રેસ સામે ફરિયાદ નોંધાવી હતી. એક્ટ્રેસ પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું હતું. સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ મેસેજ લખ્યા હતા. તેમજ ગાળોનો પણ ઉપયોગ કર્યો હતો. સોસાયટીના કોમન પ્લોટમાં રમવા બાબતે એક્ટ્રેસે ટાંટિયા ભાંગી નાખવાનું કહ્યુ હતું. સાથે જ ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી હતી. તેથી સોસાયટીના સભ્ય દ્વારા પાયલ રોહતગી સામે ફરિયાદ કરવામાં આવી હતી. 


આ વીકએન્ડ OTT પર રિલીઝ થઈ રહી છે એકથી એક ધમાકેદાર વેબ સિરીઝ અને ફિલ્મો


વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામા રહે છે એક્ટ્રેસ 
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ પાયલ રોહતગી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા પણ અભિનેત્રી વિવાદમાં આવી ચૂકી છે. બે વર્ષ પહેલા અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં નહેરુ પરિવાર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. જે અંગે રાજસ્થાનના બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને રાજસ્થાન પોલીસ દ્વારા પાયલ રોહતગીની ધરપકડ કરાઈ હતી. 


હવે Google નો પણ જમાનો ગયો! નવી જનરેશન માટે આ 5 સર્ચ એન્જિન છે ફેવરિટ