અમદાવાદ જિલ્લામાં સ્થાનિક કક્ષાએ કોવિડના દર્દીઓ માટે વધારાના બેડની કરાશે વ્યવસ્થા
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારના અને જિલ્લા વહીવટી તંત્રના સંપૂર્ણ સહયોગથી આ ત્રણેય સ્થળોએ આગામી ટૂંક સમયમાં કોવિડ (Covid 19) ના દર્દીઓ માટે વધારાની બેઠકની વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બગોદરા, ધંધુકા, ધોલેરા (Dholera) ખાતે સ્થાનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ આજે બગોદરા PHC ધંધુકા PHC તથા ધોલેરા ખાતે ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત આરએમએસ હોસ્પિટલના વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને આ આરોગ્ય કેન્દ્રોમાં જિલ્લાના કોઈ દર્દીઓ માટે વધારાના બેડની તાકીદે વ્યવસ્થા થાય તે માટે સુચના આપી હતી.
'કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી', તેમ કહી ઉડાવી નોટો, ત્યારબાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારના અને જિલ્લા વહીવટી તંત્રના સંપૂર્ણ સહયોગથી આ ત્રણેય સ્થળોએ આગામી ટૂંક સમયમાં કોવિડ (Covid 19) ના દર્દીઓ માટે વધારાની બેઠકની વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે.
Viral Video: લાખણી યુવાનને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું...મળી તાલીબાની સજા
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરુણ બાબુ, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયા, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે આવતીકાલે સાણંદ, વિરમગામ અને દેત્રોજ ખાતે પણ કોવિડ દર્દીઓ માટે વધારાના બેડની વ્યવસ્થા કરવા સંદર્ભે જરૂરી આયોજન માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્રણેય શહેરોની મુલાકાત લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube