આદિવાસી મહિલાઓની નવસારીમાં રેલી, જિલ્લામાં મહિલાનું જીવન નર્ક બન્યું
નવસારી જિલ્લામાં રહેતી આદિવાસી મહિલાઓનું જીવન વ્યસનોને કારણે બરબાદ થઇ રહ્યું છે, ત્યારે વ્યસન મુક્તિ, સમાજ સુધારણા તેમજ આદિવાસીઓની સમસ્યા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી હાઈવે પર આવેલા ગ્રીડથી કલેકટર કચેરી થઈ લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડર ચોક સુધી રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને યુવાનો જોડાયા હતાં, અંદાજે 10000 જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતાં. ત્યારે તમામ લોકોએ છેલ્લા 10 દિવસથી ઝી 24 કલાક દ્વારા ચલાવવામાં આવેલી માવા મુક્ત ગુજરાત અભિયાનને બિરદાવ્યું હતું.
તેજશ મોદી/સુરત: નવસારી જિલ્લામાં રહેતી આદિવાસી મહિલાઓનું જીવન વ્યસનોને કારણે બરબાદ થઇ રહ્યું છે, ત્યારે વ્યસન મુક્તિ, સમાજ સુધારણા તેમજ આદિવાસીઓની સમસ્યા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી હાઈવે પર આવેલા ગ્રીડથી કલેકટર કચેરી થઈ લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડર ચોક સુધી રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને યુવાનો જોડાયા હતાં, અંદાજે 10000 જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતાં. ત્યારે તમામ લોકોએ છેલ્લા 10 દિવસથી ઝી 24 કલાક દ્વારા ચલાવવામાં આવેલી માવા મુક્ત ગુજરાત અભિયાનને બિરદાવ્યું હતું.
નવસારી જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં સતત દારૂની સહિતની બદીઓ વધી રહી છે. ત્યારે આદિવાસી મહિલાઓ દ્વારા સમાજ વ્યસન મુક્ત બને, સાથે જ મહિલાઓ શસક્ત બને તથા તેમનામાં જાગૃતિ આવે તે ઉદ્દેશથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, નવસારી હાઈવે પર આવેલા ગ્રીડથી કલેકટર કચેરી થઈ લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડર ચોક સુધી રેલી નીકળી હતી. આ રેલીમાં નવસારી શહેર ઉપરાંત આસપાસના ગામનાં 10000 થી વધુ મહિલાઓ, પુરુષો અને યુવાનો જોડાયા હતાં.
નશાબંધીનો કડક અમલ થાય અને લોકો વ્યસન મુક્ત બને તેવા બેનરો સાથે જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મહિલાઓએ અહીં ભરતમાલા પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. શિસ્તબદ્ધ રીતે તમામ લોકોએ ત્રણ કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને પૂર્ણ કર્યું હતું, રેલી લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડર ચોક ખાતે પહોંચી સભામાં ફેરવાઈ હતી.
લોકસભા ચૂંટણી 2019: ફરી એક વાર ગુજરાત મોડેલનું કેન્દ્રમાં થશે અમલીકરણ
મહિલાઓનું જીવન નર્ક બન્યું
નવસારી આદિવાસી મહિલા પંચના અગ્રણી દિનાબેન પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં આદિવાસી મહિલા સ્થિતિ ખુબ ખરાબ છે. નાની ઉમરમાં યુવતીઓ વિધવા થઇ રહી છે. ત્યારે પ્રથમવાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમે તમામ મહિલાઓને સાથે રાખી સમગ્ર વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાનને વધુ અસરકારક બનાવીશું. મહિલા સશક્ત બનશે તો પરિવારને ફાયદો થશે.
અલ્પેશની ઠાકોર સેનામાં ભંગાણ, સમાજ માટે હવે નવી ‘રોયલ ઠાકોર’ સેના બની
15 દિવસનું અલ્ટીમેટમ, પછી જનતા રેડ
ગુજરાત આદિવાસી સમાજના અગ્રણી ડો પ્રદિપ ગરાસીયાએ જણાવ્યું હતું કે, સુરત સહિત ગુજરાતમાં દારૂના હજારો અડ્ડાઓ ચાલી રહ્યા છે, જેને બંધ કરવામાં આવે, વારંવાર આ અંગે તંત્રને રજૂઆત પણ કરી છે, જોકે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે અમે પોલીસ સહીત તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, જો તંત્ર કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ પણ લોકો કરી શકે છે.
[[{"fid":"201804","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"NAvsari-RAillly-2-Page.jpg","field_file_image_title_text[und][0][value]":"NAvsari-RAillly-2-Page.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"NAvsari-RAillly-2-Page.jpg","field_file_image_title_text[und][0][value]":"NAvsari-RAillly-2-Page.jpg"}},"link_text":false,"attributes":{"alt":"NAvsari-RAillly-2-Page.jpg","title":"NAvsari-RAillly-2-Page.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
નકલી PSI પોલીસવર્દીમાં ચેકિંગ કરતા અસલી પોલીસનાં હાથે ઝડપાયો
પોલીસ કાર્યવાહી કરે
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે પોલીસ આદિવાસી વિસ્તારોમાં દારુ સહિતના કેફી દ્રવ્યોનું વેચાણ રોકવામાં સફળ થઇ નથી, છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ વિચારી રહી હતી, કોઈ પણ રીતે આ તમામ અડ્ડાઓ બંધ થવા જોઈએ, જેથી અમે માંગણી કરીએ છીએ કે પોલીસ સખત કાર્યવાહી કરે.
માનવ તસ્કરીનાં રેકેટનો પર્દાફાશ, સગીરાનાં અપહરણ કરી બારોબાર લગ્ન કરાવતી ટોળકી
ઝી 24 કલાકની અભિયાનની પ્રશંસા
છેલ્લા 10 દિવસ થી ઝી 24 કલાક સતત રાજ્યભરમાં માવા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવી રહી છે, ત્યારે આદિવાસી મહિલાઓની રેલીમાં ઝી 24 કલાકના અભિયાનની પ્રશંસા કરવામાં આવી હતી. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, ગુજરાત આદિવાસી સમાજના અગ્રણી ડો પ્રદિપ ગરાસીયા, નવસારી આદિવાસી મહિલા પંચના અગ્રણી દિનાબેન પટેલ સહીત તમામે કહ્યું હતું કે આવું પહેલી વખત થયું છે કે કોઈ મીડિયા હાઉસ દ્વારા વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવ્યું હોય. ઝી 24 કલાકનાં અભિયાનથી રાજ્યમાં જરૂરથી બદલાવ આવશે, આદિવાસી સમાજ ઝી 24 કલાકના અભિયનમાં તેમની સાથે છે.