અલ્પેશની ઠાકોર સેનામાં ભંગાણ, સમાજ માટે હવે નવી ‘રોયલ ઠાકોર’ સેના બની

અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેનમાં પંડયા ભાગલા રમેશજી ઠાકોરની આગેવાની વાળી કોયલ ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરવામાં આવી કોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરનો દાવો સમાજના ઉત્થાન માટે સેના કામ કરશે અલ્પેશ ઠાકોરે કોગ્રેસ સાથે સમજુતી કરતા નવું સંગઠન રચવાના આવ્યુ.

અલ્પેશની ઠાકોર સેનામાં ભંગાણ, સમાજ માટે હવે નવી ‘રોયલ ઠાકોર’ સેના બની

ગૌરવ પટેલ/અમદાવાદ: અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેનમાં પંડયા ભાગલા રમેશજી ઠાકોરની આગેવાની વાળી કોયલ ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરવામાં આવી કોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરનો દાવો સમાજના ઉત્થાન માટે સેના કામ કરશે અલ્પેશ ઠાકોરે કોગ્રેસ સાથે સમજુતી કરતા નવું સંગઠન રચવાના આવ્યુ. 

ઠાકોર ક્ષત્રિય સેનાથી અલગ થયેલ રોયલ ઠાકોર સેનાની આજે ગાંધીનગરમાં રેલી યોજાઇ સત્યાગ્રહ છાવણીથી ચીલોડા સુધીની રેલીમાં ઠાકોર સમાજના યુવાનો મોટી સંખ્યામાં જાડાયા નવા સંગઠનની રચના થયા બાદ પહેલો કાર્યક્રમમાં પ્રમુખ રમેશ ઠાકોરે કહેયું કે, આ સંગઠનનું કામ સમાજમાં શિક્ષણ સંગઠન અને રાજકીય ક્ષેત્રે જાગૃતિ લાવવાની છે. અમારા સમાજનું વારંવાર શોષણ થતું 
આવ્યું છે. 

જે વ્યક્તિ પર ભરોસો મુકી સેનાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમણે સમાજ સાથે ગદ્દારી કરી છે. અમે રાત દિવસ મહેનત કરી સંગઠન બનાવ્યું હતું. પણ વર્ષ ૨૦૧૭ની ચુટંણી પહેલાં અલ્પેશ ઠાકોરે સમાજના કેટલાક લોકો સાથે ચર્ચા કરી કોગ્રેસ સાથે ડીલ કરી હતી. એ શું હતી તે આજદિન સુધી જાહેર થઇ જ નથી જેને લઇને નવું સંગઠન બનાવ્યું છે.

માનવ તસ્કરીનાં રેકેટનો પર્દાફાશ, સગીરાનાં અપહરણ કરી બારોબાર લગ્ન કરાવતી ટોળકી

રમેશ ઠાકોરે એમ પણ ઉમેર્યું કે, તેઓ કોઇ પાર્ટીના એજન્ટ નથી નવું સંગઠન કોઇ પણ પાર્ટીને સમર્થન આપશે નહી. અને રમેશજી પોતે પણ કોઇ પાર્ટી વતી ચુટંણી લડશે નહી. મારી લડાઇ અલ્પેશ સાથે 2015થી લડાઇ ચાલતી હતી. મારે માત્ર મારો સમાજ મહાન છે. તેમ પણ ઉમેર્યું અને કહ્યું કે, સમાજ કહેશે તે પ્રમાણે ચાલીશ પણ ક્યારેય અલ્પેશ ઠાકોરની સેના સાથે નહી જોડાઉ અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય સેનાની જેમ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનો પણ ધ્વજ બનાવવામાં આવ્યો અલ્પેશના લાલ રંગના ધ્વજ સામે રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાએ પીળો કલર પસંદ કર્યો હતો. 

અમદાવાદ: કાલુપુર રેલ્વે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

પાટીદાર અનામત આંદોલન વખતે ક્ષત્રિય ઠાકોર સેનાના ચર્ચામાં આવી તે વખતે અલ્પેશ ઠાકોરે રાજકીય પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. અને છેવટે કોગ્રેસમાં જોડાયા આજે તેમનાથી અલગ થયેલા રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશજી પણ રાજકીય પાર્ટીના હાથા ન બનવાનો દાવો કરે છે. પણ તે તેમના વચન પર અડગ રહે છે, કે કેમ તે સવાલ છે કે, તેઓ ભાજપાના એજન્ટ છે એવો આક્ષેપ અત્યારથી થઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news