9 જુલાઇથી એન્જીનીયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, ઘરે બેઠા જ કરાવાનું રહેશે રજિસ્ટ્રેશન
રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓની કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીની શરૂઆત થઇ છે, ત્યારે જેની રાહ જોવાતી હતી, એવી ડિગ્રી એન્જીનરિંગ કોલેજમાં પ્રવેશ માટે, સમિતિ એ કેટલાક મહત્વના ફેરફાર સાથે પ્રવેશ કાર્યક્રમ જારી કર્યોં છે
અતુલ તિવારી, અમદાવાદ: ACPC એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એન્જીનરિંગમાં પ્રવેશ માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે પ્રવેશ કાર્યવાહીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જોઈએ શું છે, આ ફેરફાર વિગતે આ અહેવાલમાં...
રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓની કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીની શરૂઆત થઇ છે, ત્યારે જેની રાહ જોવાતી હતી, એવી ડિગ્રી એન્જીનરિંગ કોલેજમાં પ્રવેશ માટે, સમિતિ એ કેટલાક મહત્વના ફેરફાર સાથે પ્રવેશ કાર્યક્રમ જારી કર્યોં છે, જે 9 જુલાઈથી શરૂ થશે. જેમાં સૌથી મોટી અને અગત્યની વાત એ છે કે વિદ્યાર્થીઓને પીન લેવા અને રજિસ્ટ્રેશન કરવામાંથી મુક્તિ મળી છે. એટલે કે વિદ્યાર્થીએ ACPCના પોર્ટલ પર પ્રાથમિક વિગતો ભરીને રજીસ્ટર થઇ શકશે.
આ પણ વાંચો:- અમદાવાદ : ફી મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં, વિરોધ કરતા 25ની પોલીસે અટકાયત કરી
દર વર્ષે વિદ્યાર્થીએ પ્રવેશ માટે બેંકમાંથી પીન નંબર લેવો પડતો હતો પરંતુ આ વખતે વિદ્યાર્થીએ પ્રવેશ માટે સૌથી પહેલા પ્રવેશ સમિતિના પોર્ટલ પર પ્રાથમિક વિગતો ભરવી પડશે. જો કે સમિતિએ પણ સ્પષ્ટતા કરી છે કે હજુ Jee અને ગુજસેટની પરીક્ષા નથી લેવાઇ એવામાં વિદ્યાર્થી ધોરણ-12ની વિગતોના આધારે, તેનું ફોર્મ સબમીટ કરાવી શકશે પછીથી તેની વિગતો ભરી શકશે.
આ પણ વાંચો:- રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમસ રોડ પર....
- વિદ્યાર્થીએ નામ, મોબાઈલ અને ઇ મેઈલ આ.ડી. સાથે રજીસ્ટર થવાનું રહેશે
- રજીસ્ટર થયા પછી, મોબાઇલ નંબર પર ઓ.ટી.પી મળશે, જેના આધારે પોતાની વિસ્તૃત વ્યક્તિગત માહિતી ભરવી પડશે
- વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણીક લાયકાતની વિગત ભરવી પડશે, જેમાં ધોરણ 12નું પરિણામ અને જે.ઇ.ઇ કે ગુજસેટના પરિણામ વિગત આપવાની રહેશે
- વિદ્યાર્થીએ પોતાના સર્ટી, જેમ કે ધોરણ 12 માર્કશીટ, જાતિના સર્ટી, એલ.સી, વગેરે જરૂરી આધાર પુરાવા અપલોડ કરવા પડશે
આ પણ વાંચો:- વડોદરામાં કોંગ્રેસ નેતા ભરતસિંહની તબિયત બગડી, મોડી રાત્રે અમદાવાદ ખસેડાયા
વિદ્યાર્થી આ ચાર સ્ટેપ પૂર્ણ કર્યા બાદ ફોર્મ કંફર્મ કરવાનું રહેશે. જે કન્ફર્મ કર્યા પછી વિદ્યાર્થીએ 300 રૂપિયા ફી ભરવી પડશે અગાઉનાં વર્ષોમાં વિદ્યાર્થીને કે રજિસ્ટ્રેશન માટે 350 રૂપિયા ખર્ચવા પડતા હતા પરંતુ હવે વિદ્યાર્થી જ્યારે પ્રવેશ સંદર્ભે પોતાની ફોર્મ જ્યારે સબમિટ કરે છે ત્યારે જ 300 રૂપિયા ફી ભરવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube