સીઝનનું જીરું ભરવાનું પ્લાનિંગ હોય તો પહેલાં વાંચી લો આ અને થઈ જાયો સાવચેત
હાલમાં જીરું અને વરીયાળીની સીઝન શરુ થઇ છે
તેજસ દવે, મહેસાણા : અત્યાર સુધી તમે નકલી માવા, ઘી, તેલ વગેરેના કૌભાંડો વિશે સાંભળ્યું હશે પરંતુ હવે આ બનાવટી ખોરાકની યાદીમાં જીરાનો પણ સમાવેશ થઈ ગયો છે.
બચ્ચનપરિવારમાં સાસુ-વહુ વચ્ચેની લડાઈ ચરમસીમાએ! આ તસવીર છે પાક્કો પુરાવો
સમગ્ર વિશ્વમાં સ્પાઇસ સીટી તરીકેની ઓળખ ઉભી કરનાર મહેસાણાના ઉંઝામાંથી નકલી જીરું બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઉંઝાના ઉનાવા ઐઠોર રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક એસ્ટેટમાં બાતમીના આધારે ઉનાવા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત આપરેશન હાથ ધરી રેડ કરી હતી. આ રેડમાં અંદાજીત 250થી 300 મણ નકલી જીરૂ સહીત જીરૂ બનાવવાની સામગ્રી સ્થળ પરથી જપ્ત કરવામાં આવી હતી. હાલ આ મામલે મુળ માલિકની કોઇ ભાળ નથી મળી.
આખા કૌભાંડનો હલાવી નાખતો વીડિયો
હાલમાં જીરું અને વરીયાળીની સીઝન શરુ થઇ છે. ત્યારે આ સીઝનમાં જીરૂનો ભાવ ઊંચો હોવાથી સસ્તી વરીયાળીને રંગ લગાવીને અસલી જીરૂમાં ભેળસેળ કરી વરીયાળીને જીરૂ બનાવી વઘુ નફો મેળવવામાં આવી રહ્યો છે. કાળા કારોબારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ભેળસેળ કરવામાં પાછા પડતા નથી. તેમના માટે લોકોના જીવનથી વધુ કિંમત પોતાના રૂપિયાની હોય છે ત્યારે આવા તત્વો સામે તંત્ર કડકમાં કડક પગલાં લે તે જરૂરી છે.