Advance Tax Payment : મ્યુનિસિપાલિટી કે પાલિકામાં ટેક્સ ન ભરનારાઓને દંડ કરવામા આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં વ્યાજ માફીની યોજના પણ સરકાર દ્વારા લાગુ કરાઈ છે. પરંતુ આ સાથે જ સરકારે એડવાન્સ ટેક્સ ભરવાની યોજના પણ અમલી બનાવી છે. જેમાં નાગરિકો નવા વર્ષનો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ભરી શકશે. આવુ કરીને તેઓ 12 થી 15 ટકાનું રિબેટ મેળવી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડવાન્સ ટેક્સ ભરવાથી તમારા રૂપિયા બચી જશે 
અમદાવાદના શહેરીજનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરીને રૂપિયા બચાવી શકો છે. આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથી એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના શરૂ થશે. એડવાન્સ ટેક્સ ભરનારને 12થી 15 ટકાનો ફાયદો થશે. તો ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ 1 ટકાનો લાભ થશે. 31 મે સુધી જ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ મળી શકશે. આગામી નાણાંકીય વર્ષના ટેક્સ માટે અમદાવાદ કોર્પોરેશનનું આ મોટુ પગલું છે. 


રૂપાલાના વિવાદમાં હાઈકમાન્ડની એન્ટ્રી : ખાસ નેતાઓને દિલ્હી બોલાવી બનાવી નવી રણનીતિ


પાલિકાઓ ફરીથી પોતાની તિજોરી ભરશે 
ગત વર્ષે ગુજરાતની અનેક નગરપાલિકા અને પાલિકાઓએ દેવાળું ફૂંક્યુ હતુ. જેને કારણે પાલિકાઓ પોતાના બિલ સમયસર ભરી શકી ન હતી. આ કારણે અનેક પાલિકાઓમાં અંધારપટ પણ છવાયો હતો. ત્યારે હવે પાલિકાઓએ પોતાની ખાલી તિજોરી ભરવા માટે એડવાન્સ ટેક્સ પેમેન્ટની નવી યોજના બનાવી છે. મ્યુનિ. સત્તાધીશો દ્વારા તિજોરી ભરાયેલી રહે તેવા હેતુથી પ્રોપર્ટી ટેકસમાં એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાવવામાં આવી છે.


નાગરિકોને કેટલો ફાયદો થશે
મ્યુનિ. ટેક્સ ખાતાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૦૨૪-૨૫ના વર્ષના જનરલ ટેક્સ, વોટર ટેક્સ, કોન્ઝર્વન્સી ટેક્સ સહિતની ભરવાપાત્ર પ્રોપર્ટી ટેક્સની રકમની એડવાન્સ ચૂકવણી કરનારને ૧૨ ટકા, ઓનલાઈન મારફતે ટેક્સ ચૂકવનારને વધુ ૧ ટકા સહિત કુલ ૧૩ ટકા રીબેટ આપવામાં આવશે. જ્યારે સતત ત્રણ વર્ષથી એવાન્સ ટેક્સ ચૂકવનાર કરદાતાને પ્રોત્સાહનરૂપે વધારાના ૨ ટકા સહિત કુલ ૧૫ ટકાનું રીબેટ અપાશે. મ્યુનિ. દ્વારા અગાઉ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના શરૂ કરવામાં આવી ત્યારે ૧૦ ટકા રિબેટ આપવામાં આવતુ હતું.


ગુજરાતના આ 5 શહેરોમાં સારી પ્રોપર્ટી મળે તો ખરીદી લેજો, સરકાર કરી રહી છે મોટું આયોજન


મ્યુનિ. સત્તાધીશો દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વ્યાજમાફી યોજના અને એપ્રિલ મહિનાથી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવે છે. તે મુજબ ૯મી એપ્રિલથી એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો અમલ શરૂ થશે. આ યોજના અંતર્ગત વધુમાં વધુ આવક મેળવવા માટે મ્યુનિ. ટેક્સ ખાતા દ્વારા સાતેય ઝોનમાં મોટી કંપનીઓ, સંસ્થાઓ અને મોટા કરદાતાઓનો સામે ચાલી સંપર્ક કરવામાં આવશે.  


સુરતમાં એડવાન્સ ટેક્સ ભરવા પડાપડી
એડવાન્સ પ્રોપટી ટેક્સ ભરવા સુરત મહાનગરપાલિકામાં પડાપડી જોવા મળી. અનેક લોકોએ એડવાન્સ ટેક્સ ચૂકવવામાં ઉત્સાહ બતાવ્યો. 3 દિવસમાં 5 હજાર લોકોએ 6 કરોડ ઓનલાઇન વેરો ભર્યો છે. માત્ર 3 દિવસમા જ પાલિકા પાસે કુલ 18 હજાર મિલકતદારોએ 18 કરોડ જમા કર્યા છે. 2% વધુ રિબેટ મળતું હોવાથી નાગરિકોમાં ઉત્સાહ વધ્યો છે. તો કેટલાક ઓફલાઇન વેરા ભરપાઈ પર 10 ટકા અને ઓનલાઇન પેમેન્ટ પર 2 ટકા વધુ રિબેટ મળે છે. 


ઉનાળામાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ આવશે, અંબાલાલ પટેલની આ આગાહીથી ચેતીને રહેજો