Ambaji Temple: આગામી દિવસોમાં ભાદરવી પુનમનો મહામેળો તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૧૮/૦૯/૨૦૨૪ સુધી અંબાજી ખાતે યોજાનાર છે. આ મેળામાં અંબાજી પગપાળા જવા સારૂ મોટી સંખ્યામાં પદયાત્રીઓ તથા સંધો મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થઈ અંબાજી જતા હોય છે. અંબાજી માતાજીના દર્શનાર્થે સૌથી વધારે યાત્રિકોનો ઘસારો મહેસાણા જીલ્લાના મહેસાણા, વસઈ, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાના માર્ગ ઉપર રહેતો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું અમે નથી કહેતા..ભયાનક છે આગાહી, ભૂક્કા કાઢશે મેઘો! ગુજરાતના 65 ટકા વિસ્તારો ઝપેટ


આ સમય દરમ્યાન રોડની સાઇડોની નજીકમાં પદયાત્રીઓની સેવા માટે અલગ અલગ સંસ્થાઓ તથા લોકો દ્વારા સેવાકેમ્પો બાંધવામાં આવતા હોય છે. ઘણા કેમ્પો રોડની એકદમ નજીક બાંઘવામાં આવતા હોય છે. આથી અકસ્માત થવાની ઘટનાઓ ઉદભવે છે. સેવા કેમ્પો આગળ માટીથી બમ્પ બનાવે છે. આડી અવળી જગ્યાએ કચરો નાખતા હોય છે. પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ કરતા હોય છે. આથી  જેથી પદયાત્રીઓની સુરક્ષા ધ્યાને લઈ તેઓના જાનમાલ તથા સ્વાસ્થયની સાચવણી થઈ શકે તેમજ અન્ય લોકોને તકલીફ ન પડે તથા ટ્રાફીકનું સંચાલન રહે તે સારૂ મહેસાણા જીલ્લાની હદમાં સેવાકેમ્પો માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી છે.


હવે ખમૈયા કરો! 35 દિવસમાં ત્રીજી વખત પૂર, કેમ વારંવાર ડૂબે છે ગુજરાતનો આ જિલ્લો?


આથી સુભાષ સી.સાવલીયા (જી.એ.એસ) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મહેસાણાએ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ મહેસાણા જિલ્લાની હદમાં અંબાજી પગપાળા જતા યાત્રીઓની સેવા માટે રોડની સાઈડમાં રાખવામાં આવતા સેવાકેમ્પો માટે આ મુજબ હુકમ કરે છે કે,(৭) સેવાકેમ્પો રોડથી ૩૦ ફુટ દૂર બનાવવાના રહેશે.(२) સેવાકેમ્પો બાંધવા સારૂ સંબંધિત અધિકારીશ્રીની પરવાનગી લેવાની રહેશે.(3) સેવાકેમ્પો આગળ રોડ ઉપર કોઇપણ પ્રકારના બમ્પ બનાવવા નહી. તથા રોડ રસ્તા બ્લોક કરવા નહી (४) સેવાકેમ્પોમાં પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ કરવો નહી. (4) સેવા કેમ્પોમાં સુકા અને ભીના કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરવાની રહેશે.  (5) સેવાકેમ્પ પૂર્ણ થયા પછી જે તે જગ્યા ચોખ્ખી કરવાની રહેશે. 


શું હવે ગુજરાતના આ શહેરમાં પૂર આવશે! સર્જાઈ એક મહામુસીબત, કરવો પડશે સમસ્યાનો સામનો


આ હુકમ આજરોજ થી તા. ૧૮ /૦૯/૨૦૨૪ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેર હુકમની વ્યક્તિગત રીતે બજવણી શકય ન હોઈ એકતરફી ફરમાવવામાં આવે છે. આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે બી.એન.એસ. ૨૦૨૩ ક. ૨૨૩ તથા ગુ.પો.અધિ.ક. ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિક્રુત કરવામાં આવે છે એમ (એસ.સી.સાવલીયા) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણાએ જાહેર કર્યુ છે.