અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીનો હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હોસ્ટેલમાં રહેતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ હોસ્ટેલના B બ્લોક પાસે ફકીર ઝાદ સેકીબ નામના અફઘાની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થી સોમલલિત કોલેજમાં BBA નો અભ્યાસ કરી રહ્યો હતો. પોલીસે આત્મહત્યાના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. હાલ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ ખાતે ખસેડાયો છે. 


નેપાળ-ગુજરાતના ભૂકંપ, કેદરનાથના પૂર પહેલા પણ સૂર્યગ્રહણ થયું હતું, તો રવિવારે શું થશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફકીર ઝાદ સેકીબની ઉંમર 24 વર્ષ હતી. તે BBA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 2015 માં તે ભારતમાં આવ્યો હતો. સેમેસ્ટર-2માં એક એટીકેટી આવી હતી. તે ગણિત વિષયમાં નાપાસ થયો હતો. તે નાપાસ થતા સતત ટેન્શનમાં રહેતો હતો. આ ટેન્શનમાં આવીને તેણે આત્મહત્યાનું પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસાં સામે આવ્યું છે. ડિગ્રી ક્યારે મળશે તેની ચિંતામાં આત્મહત્યા કરી તેવું તેના અન્ય અફઘાનિસ્તાની મિત્રોનું કહેવું છે. પરીક્ષા પોસ્પોન થતા ચિંતિત હતો. તેમજ ફરી પરીક્ષા ક્યારે લેવાશે તેને લઈ અવઢવમાં હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તેણે યુનિવર્સિટીના કેમ્પસમાં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર