ઝી મીડિયા/બ્યૂરો :સુરત શહેર કોરોનાના કેસ મામલે જ્વાળામુખી પર ઉભુ થઈ ગયું છે. હવે એ દિવસો બહુ દૂર નથી, જ્યાં સુરતમાં કોરોના કેસનો આંકડો અમદાવાદને પણ વટાવી જશે. હવે તેની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પહેલીવાર એવું બન્યું કે, સુરતમાં કોરોનાના કેસ અમદાવાદ કરતા વધુ નોંધાયા છે. ગઈકાલે ગુજરાતમાં કુલ નવા 62 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 197 કેસ અને સુરતના 199 કેસ નોંધાયા છે. આમ, 100 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાએ કરવટ બદલી હોય તેમ શહેર બદલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં રેકોર્ડબ્રેક 199 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ માટે જ ગઈકાલે આરોગ્ય સચિવ જયંતી રવિએ સુરતની બીજીવાર મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરતમાં અગાઉ લિંબાયત વિસ્તાર કોરોનાનો હોટસ્પોટ હતો. હવે કતારગામ વિસ્તાર હોટસ્પોટ બન્યો છે. કતારગામ ઝોનના સૌથી વધુ દર્દીઓ છે. તો શહેરના કેસ 4713 પર પહોંચ્યા છે. 20 દિવસમાં લિંબાયતને પાછળ મૂકી છે. કતાર ગામમાં 1160 જેટલા કેસ સામે આવ્યા છે. સુરતમાં 680 અંદાજે રત્ન કલાકારોના કેસ છે. જેમાં મોટાભાગના કતાર ગામના છે. સતત કેસ વધવાને પગલે મિની બજાર, હીરા બજાર માઈક્રો ક્લસ્ટર જાહેર કરીને બંધ કરાયું છે. કતાર ગામમાં હીરાના કારખાનામાં રત્ન કલાકારના કેસ પોઝિટિવ આવતા કેટલાક વિસ્તાર ક્લસ્ટર જાહેર કરાયા છે. તો અનેક કારખાના બંધ કરાયા છે. 


104 દિવસ પછી અમદાવાદ બીજા ક્રમે ગયું છે. આજે અમદાવાદમાં નવા 187 કેસ અને 9 મૃત્યુ નોંધાયા છે જેની સામે સુરતમાં 205 કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં હાલ સ્મીમેર હોસ્પટલ અને નવી સિવિલ હોસ્ટિપલમાં કોવિડ સેન્ટર કાર્યરત છે. સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટી લેવલ પાર્કિંગમાં હોસ્પિટલ છે, જ્યાં 548 બેડની સુવિધા છે. સ્મીમેર હોસ્પિટલ દેશી પહેલી એવી હોસ્પિટલ છે, જ્યાં મલ્ટીલેવલ પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરાયું હતું. આ ઉપરાંત 39 ખાનગી હોસ્પિટલો પણ કોરોનાની સારવાર કર છે. ત્યારે હવે કેસ વધતા આ બેડ પણ ઘટે તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર